1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં નેશનલ ગેઈમ્સ દરમિયાન વોલેન્ટિયરની સેવા આપનારા વિદ્યાર્થીઓને મહેનતાણું મળ્યુ નથી
સુરતમાં નેશનલ ગેઈમ્સ દરમિયાન વોલેન્ટિયરની સેવા આપનારા વિદ્યાર્થીઓને મહેનતાણું મળ્યુ નથી

સુરતમાં નેશનલ ગેઈમ્સ દરમિયાન વોલેન્ટિયરની સેવા આપનારા વિદ્યાર્થીઓને મહેનતાણું મળ્યુ નથી

0
Social Share

સુરતઃ શહેરમાં નેશનલ ગેમ્સ 2022નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની વ્યવસ્થાના ભાગરૂપે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવિધ કોલેજના એન.એસ.એસ. અને એન.સી.સી ના વિધાર્થીઓને વ્યવસ્થાના ભાગરૂપે પ્રતિદિનનું મહેનતાણુ આપવામા આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નેશનલ ગેમ્સનું ખૂબ જ ભવ્યતાથી આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં વિશેષ કરીને સુરત શહેરમાં પણ અલગ અલગ રમતોને લઈને આયોજન કરાયુ હતું. નેશનલ ગેમ્સમાં કોલેજના વિદ્યાર્થીઓને વોલન્ટિયર્સ તરીકે લેવામાં આવ્યા હતા. જેના અવેજમાં તેમને રૂપિયા 500 મહેનતાણું ચૂકવવાનું પણ નક્કી કરાયું હતું. તેવું એન એસ એસ અને એન.સી.સી.ના વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. આ કાર્યક્રમમાં ઘણા વિદ્યાર્થીઓએ વ્યવસ્થામાં કામ સંભાળ્યુ હતુ. નેશનલ ગેઈમ્સ પૂર્ણ થયાને મહિના વિત્યા છતાં વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા ન થતાં વિદ્યાર્થીઓએ રજુઆતો કરી હતી.  ત્યારે યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓને થોડા જ દિવસમાં તેમના મહેનતાણા પેટે લેવાના નીકળતા તમામ પૈસા સીધા બેંક એકાઉન્ટમા આવી જશે. તેવું કહેવામાં આવ્યુ હતુ.  ઘણી રજુઆત છતાં આજે બે મહીનાથી વધુનો સમય વીતી ગયો હોય આજ દિન સુધી ઘણા વિદ્યાર્થીને તેમના મહેનતાણાના પૈસા આપવામાં આવ્યા નથી. વારંવાર રજૂઆત કરવામાં છતાં હજુ સુધી રૂપિયા ના આવતા આખરે વિદ્યાર્થીઓએ  સોમવારે યુનિવર્સિટી ખાતે રજીસ્ટારને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી.
​​​​​​​​
છાત્ર યુવા સંઘર્ષ સમિતિની એવી રજુઆત કરી હતી કે, જેટલા પણ વિદ્યાર્થીઓએ નેશનલ ગેમ્સમાં પોતાનો સમય આપ્યો છે. તે તમામને નક્કી કરેલી રકમ બે દિવસમાં આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામા આવશે. તેમજ યુનિવર્સિટી વિરૂદ્ધ પોલીસ ફરીયાદ પણ કરવામા આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code