ઊના, 1 ઓક્ટોબર, 2026 : Accident between ST bus and truck ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના બેડીયા-ખાંભા રોડ પર ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત નિપજ્યા હતા. જ્યારે 14 પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. જેમાં ત્રણ પ્રવાસીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ઊનાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે પૂરઝડપે આવતી ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ટ્રક ચાલક સહિત બે લોકોના મોત થયા છે. જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, બન્ને વાહનોમાં ભારે નુકસાન થયું છે. ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ નડિયાદ-ઝાલોદ-ઊના રૂટની એસટી બસ બેડીયા ગામ નજીક ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકમાં સવાર 5 લોકો અને બસમાં સવાર નવ પ્રવાસીઓને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એસટી બસના ચાલકની હાલત ગંભીર છે. આ અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનું મોત થયું છે. પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. ST બસના ડ્રાઈવરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને ઊનાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે પૂરઝડપે આવતી ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ટ્રક ચાલક સહિત બે લોકોના મોત થયા છે. જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, બન્ને વાહનોમાં ભારે નુકસાન થયું છે. ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ અને STના અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.


