Homeગુજરાતીગુજરાતરાજકોટની સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયો, અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયો, અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા

રાજકોટ, 1 ઓક્ટોબર, 2026 :  Dead body changed at Rajkot Civil Hospital શહેરની સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારીને લીધે કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવેલો વૃદ્ધના મૃતદેહની અદલાબદલી થઈ હતી. અને એક મૃતદેહના અંતિમસંસ્કાર પણ થઈ ગયા હતા. પિતાની અંતિમવિધિ માટે દીકરી અમેરિકાથી રાજકોટ આવી પણ સિવિલની બેદરકારીના કારણે પિતાના અંતિમ દર્શન કરી શકી નહોતી. હોસ્પિટલની ગંભીર બેદરકારી બાદ હોબાળો મચતા હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ દ્વારા કમિટી બનાવી તપાસ હાથ ધરી છે.

 સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર ઉમેશચંદ્ર હરસુખલાલ ઠાકરએ જણાવ્યા મુજબ, તેમના પિતા મૃતક હરસુખલાલ શાંતિલાલ ઠાકર શહેરના રામપાર્કમાં રહેતા હતા. પાંચેક દિવસ પહેલા તેઓ ઘરે પડી ગયા હતા. જેથી કમરે ગોળાના ભાગમાં ઇજા થતાં દોશી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા જ્યાં ગોળો ભાંગી જવાનું ઓપરેશન કરાયું હતું સફળ ઓપરેશન રહ્યા બાદ ઉંમરના કારણે તબિયત બગડી હતી અને તેમને તત્કાલ વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યા હતા. હરસુખલાલના છ પુત્રો રાજકોટમાં જ રહેતા હોય તેઓ હોસ્પિટલે આવી ગયા હતા પરંતુ તેમના એકમાત્ર પુત્રી વર્ષાબેન અમેરિકા રહેતા હોય જેથી તુરંત તેમને જાણ કરાઈ હતી. બીજીબાજુ હરસુખલાલનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. દીકરી વર્ષાબેન અમેરિકાથી નીકળી ગયા હોય જેથી હરસુખલાલના મૃતદેહને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો.

બીજીબાજુ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનને એક બિન વારસી મૃતદેહ મળેલ હોય જેનું નામ ગોવિંદભાઈ હોય તે મૃતદેહનું પીએમ કરાવીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો.  દરમિયાન મુંબઈથી ગોવિંદભાઈના દૂરના સગાઓ રાજકોટ આવતા કોલ્ડ સ્ટોરેજમાં જઈ મૃતદેહ કાઢી અપાયો હતો. જોકે આ વખતે હાજર સિવિલ હોસ્પિટલના કર્મચારી અને પોલીસ કર્મચારીએ ભૂલથી ગોવિંદભાઈના બદલે હરસુખલાલનો મૃતદેહ સોંપી દીધો હતો. આ તરફ મુંબઈથી આવેલા પરિવારજનો પણ દૂરના સગાઓએ  હસમુખભાઈના અગ્નિસંસ્કાર કરી દીધા હતા.

મૃતક હસમુખભાઈની દીકરી અમેરિકાથી રાજકોટ પહોંચ્યા બાદ અંતિમ યાત્રા માટે પરિવારજનો હસમુખભાઈના મૃતદેહ લેવા સિવિલ હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજમાં પહોંચ્યા હતા. પણ કોલ્ડસ્ટોરેજમાં હસમુખભાઈને મૃતદેહ જોવા મળ્યો ન હતો. હોસ્પિટલના સ્ટાફને જાણ કરતા તેઓએ તપાસ કરતા કોલ્ડસ્ટોરેજમાં મૃતદેહ બદલાઈ જવાના કારણે હસમુખબાઈના અંતિમ સંસ્કાર મંગળવારે બપોરે 2.30 વાગ્યે રામનાથપરા સ્મશાન ખાતે થઇ ગયા હોવાનું કહ્યુ હતુ.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular