Homeગુજરાતીગુજરાતસાસણ ગીર જંગલ સફારી નિયત સમય કરતાં 12 દિવસ વહેલી 3 ઓક્ટોબરથી...

સાસણ ગીર જંગલ સફારી નિયત સમય કરતાં 12 દિવસ વહેલી 3 ઓક્ટોબરથી શરૂ થશે

જૂનાગઢ, 29 સપ્ટેમ્બર 2026: વન્યજીવ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણ ગીર ખાતે જંગલ સફારી આ વર્ષે નિર્ધારિત સમયપત્રક કરતાં 12 દિવસ વહેલી શરૂ કરવાનો વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 3 ઓક્ટોબરથી પ્રવાસીઓ ગીરના ઘનઘોર જંગલોમાં રાજાશાહી ઠાઠથી વિચરતા સિંહોના પ્રત્યક્ષ દર્શનનો રોમાંચ માણી શકશે.

ગીર જંગલ સફારી માટેની ઓનલાઈન પરમિટ પ્રક્રિયા પણ ઝડપથી ખુલ્લી મૂકવામાં આવશે. આગામી બે દિવસની અંદર જ વન વિભાગની અધિકૃત વેબસાઈટ girlion.gujarat.gov.in પરથી પ્રવાસીઓ પોતાનું બુકિંગ કરાવી શકશે. પ્રવાસીઓને સમયસર બુકિંગ કરાવી લેવા પણ વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન વન્યજીવોના સંવર્ધન અને કાચા માર્ગોની મરામત માટે ગીર જંગલ સફારી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે વન વિભાગે ૧૨ દિવસ વહેલી સફારી ખુલ્લી મૂકવાની જાહેરાત કરતાં જ વન્યજીવ પ્રેમીઓ અને સહેલાણીઓમાં ભારે રોમાંચ અને આનંદની લહેર ફરી વળી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular