1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નેશનલ ગેમ્સ: મહાત્મા મંદિરમાં બોક્સિંગના ખેલાડીઓ સાથે હર્ષ સંઘવીએ કરી મુલાકાત
નેશનલ ગેમ્સ: મહાત્મા મંદિરમાં બોક્સિંગના ખેલાડીઓ સાથે હર્ષ સંઘવીએ કરી મુલાકાત

નેશનલ ગેમ્સ: મહાત્મા મંદિરમાં બોક્સિંગના ખેલાડીઓ સાથે હર્ષ સંઘવીએ કરી મુલાકાત

0
Social Share

અમદાવાદઃ 36મી નેશનલ ગેમ્સ -2022નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે મહાત્મા મંદિર,ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે  મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બોક્સિંગ- મુક્કેબાજીમાં ભાગ લ‌ઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીને રમત- ગમત મંત્રી હર્ષભાઈ  સંઘવીએ બોક્સિંગ  રિંગ જ‌ઈને  રમત માટે પ્રોત્સાહિત કરીને સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.

રમત- ગમત મંત્રીએ 36મી નેશનલ ગેમ્સ અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રમા‌ઇ રહેલી બોક્સિંગને રસ પૂર્વક નિહાળીને ગુજરાતના મહેમાન બનેલા ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. આ પ્રસંગે ભારતીય બોક્સિંગ સંઘના ઉપાધ્યક્ષ, 36મી નેશનલ ગેમ્સના મહાસચિવ અને ગુજરાત બોક્સિંગ સંઘના અધ્યક્ષ નાણાવટી, સહિત બોક્સિંગ સંઘના  હોદ્દેદારો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code