Site icon Revoi.in

જલિયાવાલા બાગ સ્મારકના નવા અવતારનું PM મોદીએ કર્યું ઉદ્વાટન, કહ્યું – આ નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશે

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીએ આજે પંજાબ સ્થિત જલિયાવાલા બાગ સ્મારકના પુનર્નિર્મિત એટલે કે રિનોવેટેડ પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ પરિસરનું ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, નવું પરિસર નવી પેઢીને પ્રેરિત કરશે. જલિયાવાલા બાગ આઝાદીની લડાઇનું પ્રતિક છે. આ હંમેશા આઝાદી માટે આપવામાં આવેલી કુરબાનીને યાદ અપાવશે.

જલિયાવાલા બાગ કેન્દ્રીય સ્થળ ગણાતા જ્વાલા સ્મારકના સ્મારકની સાથોસાથ તેનું પુનર્નિમાણ કરવામાં આવ્યું છે. અહીં સ્થિત તળાવને એક લિલી તળાવના રૂપમાં ફરીથી વિકસિત કરવામાં આવ્યું છે. લોકોને અવર જવરમાં સુવિધા રહે તે માટે અહીંના રસ્તા પહોળા કરાયા છે.

આપને જણાવી દઇએ કે જલિયાવાલા બાગની બિલ્ડીંગ લાંબા સમયથી ખંડિત હતી. તેનો ઉપયોગ પણ ખૂબ ઓછો હતો. એટલા માટે બિલ્ડીંગોને ફરીથી ઉપયોગમાં લેવા માટે ચાર મ્યુઝિયમ ગેલેરી બનાવવામાં આવી છે. આ ગેલેરી તે સમયગાળા દરમિયાન પંજાબમાં ઘટિત વિભિન્ન ઘટનાઓના વિશેષ ઐતિહાસિક મહત્વને દર્શાવે છે.

આ ઉપરાંત જલિયાવાલા બાગમાં એક થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં એકસાથે 80 લોકોને બેસવાની ક્ષમતા છે. આ થિયેટરમાં ડિજિટલ ડોક્યૂમેંટ્રી બતાવવામાં આવશે. તેના માટે જલિયાવાલા બાગ નરસંહાર પર ડિજિટલ ડોક્યૂમેંટ્રી તૈયાર કરવામાં આવી છે.