Site icon Revoi.in

કોરોના મહામારીમાં સરકારે લીધો સંવેદનશીલ નિર્ણય, અઢી કરોડથી વધુ વેપારીઓ થશે લાભાન્વિત

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અર્થતંત્રને ફટકો લાગવાની સાથોસાથ અનેક સેક્ટર્સ પણ વિપરીત રીતે પ્રભાવિત થયા છે. સૌથી વધુ ઝટકો મધ્યમવર્ગ અને ગરીબોને લાગ્યો છે.

કોરોના મહામારીને કારણે લાગૂ કરાયેલા લૉકડાઉનને કારણે અનેક પરિવારો પર અસર થઇ છે ત્યારે મોદી સરકારે વેપારીઓને રાહત આપવા માટે અનેક રાહત પેકેજની ઘોષણા કરી હતી.

કોરોના મહામારીને કારણે ખાસ કરીને દેશના છૂટક અને જથ્થાબંધ વેપારીઓને થતા નુકસાનમાંથી બાર લાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર હવે દેશના છૂટક અને જથ્થાબંધ વેપારીઓને પણ સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ વેપારને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે.

MSME મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કોરોનાની બીજી લહેરને કારણે આવેલા નુકસાનથી છૂટક અને જથ્થાબંધ વેપારીઓ પર પડેલી અસરને ધ્યાનમાં રાખીને હવે તેમને MSMEના દાયરામાં લાવવાનો નિર્ણય કર્યો છે.

નીતિન ગડકરીએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રાયોરિટી સેક્ટર લેડિંગ અંતર્ગત આ સેક્ટરને લાવીને આર્થિક સહાયતા પહોંચાડવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. હવે છૂટક અને જથ્થાબંધ વ્યાપારી પણ રજીસ્ટ્રેશન કરી શકશે. જેનાથી તેમને RBIના દિશા-નિર્દેશો હેઠળ બેંકોમાંથી પ્રાથમિક ક્ષેત્રમાંથી સસ્તી લોન મળવાનું સુનિશ્વિત થશે. સરકારના આ નિર્ણયથી 2.5 કરોડથી વધુ વેપારીઓ લાભાન્વિત થશે.