Site icon Revoi.in

પંજાબના નવા સીએમ તરીકે ચરણજીત ચન્નીએ શપથ ગ્રહણ કર્યા, રાહુલ ગાંધીએ શુભેચ્છાઓ પાઠવી

Social Share

નવી દિલ્હી: પંજાબના નવા સીએમ તરીકે ચરણજીત સિંહ ચન્નીએ આજે રાજભવન ખાતે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે સુખજીન્દર રંધાવા તેમજ ઓપી સોનીએ પણ શપથ લીધા હતા.

શપથગ્રહણ સમારોહ દરમિયાન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજભવન પહોંચ્યા હતા. તેમની સાથે હરીશ રાવત તેમજ અજય માકને પણ નવા સીએમને અભિનંદન પાઠવ્યા હતા. રાહુલ ગાંધીએ પણ નવા સીએમ ચરણજીત સિંહ ચન્નીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં સત્તાને લઇને નવજોત સિંહ સિદ્વ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો અને તે અંતિમ ચરણ પર પહોંચતા પંજબાના સીએમ પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ હવે પંજાબને નવા મુખ્યમંત્રી મળી ગયા છે. કોંગ્રેસ હાઇકમાન્ડે કેબિનેટ મંત્રી અને ત્રણ વખતના વિધાયક ચરણજીત સિંહ ચન્ની પર પસંદગી ઉતારી છે.

આપને જણાવી દઇએ કે આગામી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં યોજાનારી ચૂંટણી અગાઉ દલિત શીખ નેતાને કમાન સોંપીને કોંગ્રેસે દાવ ખેલ્યો છે.

અગાઉ ચરણજીત સિંહ ચન્ની તેમનું નામ જાહેર થતાં જ ચંદીગઢ સ્થિત રાજભવન જઈને રાજ્યપાલને મળ્યા હતા. ચન્ની સાથે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પણ હતા અને કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત પણ હાજર હતા.