Site icon Revoi.in

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 44 દિવસમાં અકલ્પનીય દાન, આટલી રકમ થઇ એકત્ર

Social Share

નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં 44 દિવસ માટે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલ્યું હતું. આ અભિયાન દરમિયાન કલ્પના કરતા પણ વધુ દાન આવ્યું છે.

શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું કે, અમે આ અભિયાનથી 1 હજાર કોરડ રૂપિયા સુધીના અર્પણની આશા હતી, પરંતુ અત્યાર સુધીના આંકડાઓમાં 3 હજાર 500 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર થઇ છે. જ્યારે હજુ પણ અભિયાનની આ રાશિની ગણતરી ચાલુ છે. જમાં વિદેશી મુદ્રા સામેલ નથી. કોર્પોરેટ સામાજિક દાયિત્વ ફંડની સાથે શ્રીલંકા તેમજ નેપાળ જેવા દેશોથી સમર્પણ નથી લેવામાં આવ્યું.

આપને જણાવી દઇએ કે, આ અભિયાન 15 જાન્યુઆરીથી શરૂ થઇને 27 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. ચંપત રાય છતરપુરમાં વિશ્વ હિંદુ પરિષદ, અશોક સઘલ ફાઉન્ડેશન અને નમો સદ્વાવના સમિતિ તરફથી આયોજીત વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં સામેલ સાધુ-સંતો અને શ્રદ્વાળુઓને સંબોધિત કરી રહ્યા હતા.

તેમણે મંદિર નિર્માણ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, પાંચથી 6 મહિનામાં પાયો ભરવાનું કામ પૂર્ણ થઇ જશે. જ્યારે ત્રણ વર્ષમાં આ રાષ્ટ્ર મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ જશે. મંદિર માટે રાજસ્થાનના ભરતપુરથી લાલ પથ્થર મંગાવવામાં આવી રહ્યો છે.

(સંકેત)