Site icon Revoi.in

ચોંકાવનારો ખુલાસો: દેશમાં 11 એપ્રિલ સુધી કોરોના વેક્સિનના 45 લાખ ડોઝ થયા બરબાદ

Social Share

નવી દિલ્હી: કોરોનાના કોહરામ વચ્ચે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ આ જ બાબતે એક RTIમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. RTIમાં થયેલા ખુલાસા પ્રમાણે 11 એપ્રિલ સુધી દેશમાં આશરે 45 લાખ કોવિડ-19 વેક્સિન ડોઝ બરબાદ થઇ ગયા છે. ખાસ વાત એ છે કે વેક્સિનના ડોઝના બગાડમાં પાંચ રાજ્યો મોખરે છે. રાજ્યોના ઉપયોગમાં લેવાયેલા 1.34 કરોડ વેક્સિન ડોઝમાંથી 44.78 લાખ ડોઝ બરબાદ થયા છે.

એક તરફ દેશમાં અનેક રાજ્ય વેક્સિનની અછતનો સામનો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અમુક રાજ્યોમાં વેક્સિનનો વેડફાટ થઇ રહ્યો છે. RTIમાં પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર દેશમાં એપ્રિલ સુધી કુલ 44.78 લાખ વેક્સિન ડોઝ બરબાદ થયા છે. તામિલનાડુમાં સૌથી વધારે ડોઝ બરબાદ થયા છે. ત્યારબાદ બીજા નંબરે હરિયાણા છે. ત્યારબાદ પંજાબ, મણિપુર, તેલંગાણા સામેલ છે.

દેશમાં બીજી તરફ અમુક એવા રાજ્યો પણ છે જ્યાં વેક્સિનનો વેસ્ટ નથી થયો. આવા રાજ્યોમાં કેરળ, હિમાચલ પ્રદેશ, પશ્વિમ બંગાળ, ગોવા, દીવ, મિઝોરમ, અંદમાન અને નિકોબાર અને લક્ષદ્વીપ સામેલ છે. મહત્વનું છે કે, દેશમાં ગત 16 જાન્યુઆરીના રોજ વેક્સીનેશન ડ્રાઇવ શરૂ કરાઇ હતી.

જાણો ક્યાં રાજ્યમાં કેટલા ડોઝ થયા બરબાદ

આંધ્ર પ્રદેશ: 1,17,733
આસામ: 1,23, 818
બિહાર: 3,37,769
છત્તીસગઢ: 1.45 લાખ
દિલ્હી: 1.35 લાખ
ગુજરાત: 3.56 લાખ
હરિયાણા: 2,46,462
જમ્મુ-કાશ્મીર: 90,619
ઝારખંડ: 63,235
કર્ણાટક: 2,14,842
લદાખ: 3,957
મધ્ય પ્રદેશ: 81,535
મહારાષ્ટ્ર: 3,56725

મણિપુર: 11,184
મેઘાલય: 7,673
નાગાલેન્ડ: 3,844
ઓડિશા: 1,41,811
પુડ્ડુચેરી: 3,115
પંજાબ: 1,56,423
રાજસ્થાન: 6,10,551
સિક્કિમ: 4,314
તામિલનાડુ: 5,04,724
તેલંગાણા: 1,68,302
ત્રિપુરા: 43,292
ઉત્તર પ્રદેશ: 4,99,115
ઉત્તરાખંડ: 51,956

(સંકેત)