Site icon Revoi.in

કોરોનાને મ્હાત આપ્યા બાદ શરીરમાં આટલા મહિના રહે છે એન્ટિબોડી: અભ્યાસ

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્વ સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે વૈજ્ઞાનિકોએ એક એવો દાવો કર્યો છે કે જેનાથી ખૂબ આનંદ થશે. વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા એક અભ્યાસમાં એવી જાણકારી મળી છે કે કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોમાં કોવિડ-19 સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ ઓછામાં ઓછી 8 મહિના સુધી રહે છે.

વૈજ્ઞાનિકો અનુસાર સંક્રમિતમાં વાયરસ વિરુદ્વ રોગપ્રતિકારક શક્તિ 8 મહિના સુધી રહી શકે છે. આ આધાર પર વૈજ્ઞાનિકોનું એમ પણ કહેવું છે કે રસી વ્યક્તિને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે છે. આ એક સારી ખબર કહી શકાય. આ અગાઉના સ્ટડીમાં દાવો કરાયો હતો કે કોરોના વાયરસ વિરુદ્વ એન્ટિબોડી શરૂઆતના થોડા મહિનામાં જ ખતમ થઇ જાય છે. આ સ્ટડી બાદ એવી ચિંતા ઉઠી હતી કે લોકો જલ્દી ફરીથી સંક્રમિત થઇ શકે છે.

એક પત્રિકા સાયન્સ ઇમ્યુનોલોજીમાં મોનાષ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સહિત અને વિશેષજ્ઞોએ દાવો કર્યો છે કે ડિસીઝ રેઝિઝટન્ટ સિસ્ટમમાં સ્પેશિયલ મેમરી બી કોશિકાઓ આ વાયરસના સંક્રમણને યાદ રાખે છે. દાવો એવો પણ કરવામાં આવ્યો છે કે જો કોઇ વ્યક્તિ બીજીવાર કોરોના વાયરસના સંપર્કમાં આવે તો આ એન્ટિબોડી કામ કરે છે. વૈજ્ઞાનિકોએ એ જાણકારી પ્રાપ્ત કરી છે કે અંદાજે 8 મહિના સુધી વ્યક્તિના શરીરમાં એન્ટિબોડી રહે છે.

અભ્યાસ અનુસાર શરીર સંક્રમિત થવાનું શરૂ થાય ત્યારે આ કોશિકાઓ વાયરસ વિરુદ્વ ઇમ્યુનિટી સક્રિય કરી નાખે છે. જેથી કરીને વાયરસ નિષ્ક્રિય બની જાય છે. વૈજ્ઞાનિકોએ કોરોનાના 25 દર્દીઓના લોહીના નમૂનાની તપાસ સંક્રમણના ચોથા દિવસથી લઇને 242 દિવસ સુધી કરી હતી. જેમાં સંક્રમણના 20 દિવસ બાદ એન્ટિબોડીનું સ્તર સતત ઘટતું ગયું. તમામ દર્દીઓમાં કોશિકા હતી.

(સંકેત)