Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહ- CM યોગી આદિત્યનાથને મળી ધમકી, CRPFને મળ્યો મેઇલ

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી મળી છે. સૂત્રોનુસાર મંગળવારે CRPFની મુંબઇ ઑફિસમાં ઇમેઇલ દ્વારા ધમકી મળી છે. મેલમાં ધાર્મિક સ્થળ જેવી કોઇ જગ્યાએ હુમલાની વાત કરાઇ છે. સીઆરપીએફ મુખ્યાલયમાં એક ધમકીભર્યો ઇમેઇલ આવ્યા બાદ હડકંપ મચ્યો છે.

ગણતંત્ર દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તેમની સાથે દેશના પીએમ નરેન્દ્ર મોદી, સરધણા વિધાયક સંગીત સોમ સહિત અનેક મોટા નેતાઓને મારવાની વાત પણ આ પત્રમાં કરવામાં આવી છે.

આ વર્ષે જાન્યુઆરીમાં પણ યુપીના સીએમ યોગી આદિત્યનાથને મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ડાયલ 112ના વોટ્સએપ નંબર પર મેસેજમાં કહેવાયું હતું કે 24 કલાકમાં મારી નાખીશું, શોધી શકતા હોવ તો શોધી લો, એકે 47થી 24 કલાકની અંદર મારી નાખીશ. પોલીસે તપાસ કર્યા બાદ આરોપીને આગ્રાથી પકડ્યો હતો. મેસેજ મોકલનારો કિશોર હતો. ત્યારબાદ તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાયો.

(સંકેત)