Site icon Revoi.in

ઉત્તરપ્રદેશની મદરેસામાં વિદ્યાર્થીઓને NCERTનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ માટે સારી શિક્ષણ વ્યવસ્થા માટે અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. યુપી મદરસા બોર્ડે તાજેતરમાં આ અંગે એક બેઠક યોજી હતી. બેઠક બાદ બોર્ડે મદરેસાઓમાં NCERT અભ્યાસક્રમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડના અધ્યક્ષ ડો.ઇફ્તિખાર જાવેદે જણાવ્યું હતું કે, મૂળભૂત શિક્ષણ વિભાગની જેમ NCERT પુસ્તકો તબક્કાવાર મદરેસામાં લાગુ કરવામાં આવશે. આC અભ્યાસની શૈલી બદલાશે.

તેમણે કહ્યું કે, NCERTનો અભ્યાસક્રમ લાગુ થાય તે પહેલા તાલીમ આપવામાં આવશે. જેથી મદરેસા બોર્ડના શિક્ષકોને કોઈપણ પ્રકારની શિક્ષણ પ્રવૃત્તિમાં કોઈ મુશ્કેલી ન પડે તે તાલિમ આપવામાં આવશે.. મદરસા બોર્ડના અધ્યક્ષ ઈફ્તિખાર અહેમદે કહ્યું કે, અગાઉ પણ NCERT અભ્યાસક્રમ અંગે ચર્ચા થઈ હતી, પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો. હવે તેનો કડક અમલ કરવામાં આવશે.

યુપી મદરસા બોર્ડની બેઠકમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓના પ્રવેશના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ બોર્ડે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સની ભલામણને ફગાવી દીધી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે મદરેસામાં પ્રવેશ લેવા માટે બિન-મુસ્લિમ બાળકોની તપાસ થવી જોઈએ. આ સાથે અહીં ભણતા બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં એડમિશન આપવાની માગણી પણ ફગાવી દેવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશમાં યોગી શાસનમાં અનેક ફેરફાર થયાં છે. અસામાજીક તત્વો સામે સરકાર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ બાળકોને ભણતરનો હક મળી રહે તે માટે પણ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.