Site icon Revoi.in

રસોઇઘરની આ વસ્તુઓ ક્યારેય ખાલી ન થવા દો, નકારાત્મક પરિણામોનો કરવો પડી શકે છે સામનો

Social Share

વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે. રસોડું ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. માન્યતાઓ અનુસાર માતા અન્નપૂર્ણા રસોડામાં નિવાસ કરે છે. તો ચાલો જાણીએ રસોડામાં કઈ વસ્તુ ક્યારેય ખાલી ન રાખવી જોઈએ.

વાસ્તુશાસ્ત્રમાં રસોડા સાથે જોડાયેલા ઘણા નિયમો છે, જો તેનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિ જીવનમાં શુભ પરિણામ મેળવી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવું પણ વર્ણન છે કે રસોડામાં શું ક્યારેય ખાલી ન રાખવું જોઈએ, નહીં તો વ્યક્તિને નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

મીઠું ખાલી ન થવા દો

ઘણા લોકોને રસોડાની વસ્તુઓ જેવી કે મસાલા સંપૂર્ણપણે ખલાસ થયા પછી જ ખરીદવાની આદત હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર જે પણ વાસણમાં તમે મીઠું રાખો છો, તેને ક્યારેય ખાલી ન થવા દેવું જોઈએ. તેનાથી જીવનમાં નકારાત્મકતા વધી શકે છે. આ સાથે જ તમારે તમારા રસોડામાં ક્યારેય પણ સરસવનું તેલ ખતમ ન થવા દેવું જોઈએ.

હળદરને ખતન ન થવા દો

હળદર એ રસોડામાં આવશ્યક મસાલો છે. તેના વિના વાનગીનો સ્વાદ અધૂરો રહે છે. આ ઉપરાંત શુભ કાર્યોમાં પણ તેનો વિશેષ ઉપયોગ થાય છે. વાસ્તુ અનુસાર રસોડામાં હળદરની ખુટવા ન દેવી જોઇએ. હળદર ખતમ થાય તે પહેલા તેને ખરીદવી જોઇએ.

લોટ અને ચોખા પણ ક્યારેય ખતમ ન થવા જોઇએ

ભારતીય સંસ્કૃતિમાં લોટ એ આપણા આહારનો આવશ્યક ભાગ છે. તેનો ઉપયોગ મોટાભાગની વાનગીઓમાં થાય છે. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો તમારા રસોડામાં લોટ ખતમ થઈ જાય છે, તો તેનાથી માન-સન્માનનું નુકસાન થઈ શકે છે. આ સાથે ચોખાને પણ ક્યારેય ખતમ ન થવા દેવા જોઈએ, કારણ કે તે શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જ્યારે તે સમાપ્ત થાય ત્યારે પૈસા સંબંધિત સમસ્યાઓ આવી શકે છે.

 

Exit mobile version