Site icon Revoi.in

નવી દિલ્હીઃ સીબીઆઈએ DyCM સિસોદિયાના બેંક લોકરની તપાસ કરી

Social Share

નવી દિલ્હીઃ આબકારી નીતિ મામલે સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની સામે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તાજેતરમાં જ તપાસ એજન્સીએ તેમના નિવાસસ્થાને પણ તપાસ કરી હતી. દરમિયાન આજે સીબીઆઈએ તેમના બેંકના લોકરની તપાસ કરી હોવાનું જાણવા મળે છે.

રાજધાની દિલ્હીમાં દારૂની નીતિમાં ગડબડના મામલાની તપાસ કરતી સીબીઆઈએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના લોકરની તપાસ કરી હોવાનું જાણવા મળે છે. મનીષ સિસોદિયાનું ગાઝિયાબાદમાં પંજાબ નેશનલ બેંકની શાખામાં લોકર છે. સીબીઆઈએ બેંકના દરવાજા બંધ કરીને તપાસ કરી હતી. આ વખતે સિસોદિયા તેમની પત્ની સાથે બેંકમાં હાજર છે.

એવો નિયમ છે કે તેના ખાતાધારકની પરવાનગી અને હાજરી વિના લોકર ખોલવામાં આવતું નથી, તેથી મનીષ સિસોદિયા અને તેની પત્ની સીમાને અહીં બોલાવવામાં આવ્યા હતા. દિલ્હીના ડેપ્યુટી સીએમ બનતા પહેલા મનીષ સિસોદિયા ગાઝિયાબાદના આ વસુંધરા વિસ્તારમાં રહેતા હતા. સીબીઆઈએ આ પહેલા 19 ઓગસ્ટે સિસોદિયાના ઘરે 14 કલાક સુધી સર્ચ કર્યું હતું.