Site icon Revoi.in

ન્યૂઝીલેન્ડના પ્રતિનિધિમંડળે અમદાવાદમાં વિવિધ સ્પોર્ટ્સ કોમ્પલેક્સની મુલાકાત લીધી

The New Zealand delegation visited various sports complexes in Ahmedabad

The New Zealand delegation visited various sports complexes in Ahmedabad

Social Share

અમદાવાદ, 30 મે, 2026 – ન્યૂઝીલેન્ડના પ્રતિનિધિમંડળે અમદાવાદમાં વિવિધ સ્પોર્ટ્સ કોમ્પલેક્સની મુલાકાત લીધી હતી અને રમતગમતની સુવિધાઓ, તેના નિર્માણ તથા ઉપયોગિતા વિશે માહિતી મેળવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિકસાવવામાં આવેલી અદ્યતન રમતગમત માળખાકીય સુવિધાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા તેમજ ભવિષ્યમાં ભારતમાં આયોજિત થનારી વિવિધ મોટા પાયાની બહુવિધ રમતોત્સવ સ્પર્ધાઓ માટે પ્રસ્તાવિત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુલાકાતના ભાગરૂપે ન્યૂઝીલેન્ડની અગ્રણી રમતગમત સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિમંડળે 29 મે, 2026ના રોજ અમદાવાદની મુલાકાત લીધી હતી.

The New Zealand delegation visited various sports complexes in Ahmedabad

ભારતની વિવિધ રમતગમત માળખાકીય સુવિધાઓનું મૂલ્યાંકન કરવા તથા ગુજરાત સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ (GSID) ના અધિકારીઓ સાથે ચર્ચા કરવા આવી રહેલા આ પ્રતિનિધિમંડળમાં એથ્લેટીક્સ ન્યુઝિલેન્ડ, હોકી ન્યુઝિલેન્ડ, સ્વિમિંગ ન્યુઝિલેન્ડ, બોલ્સ ન્યુઝિલેન્ડ, તથા ન્યુઝિલેન્ડ ક્રિકેટ જેવી અગ્રણી રમતગમત સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

પ્રતિનિધિમંડળનું નેતૃત્વ એશિયા ન્યુઝિલેન્ડ ફોઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો હેતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્પોર્ટ્સની સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિષે માહિતી લેવાનો હતો, જેમાં તેમને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સિસને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો, કેટલું બજેટ ફાળવાયું, તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં કોમનવેલ્થ 2030ની તૈયારીઓ વિષે માહિતી લેવાનો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ: IPLની ફાઈનલ મેચની ટિકિટોની કાળાબજારી કરતા 2 શખ્સો ઝડપાયા

આ પ્રતિનિધિમંડળમાં વિવિધ અગ્રણી ન્યૂઝીલેન્ડ રમતગમત સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ એશિયા ન્યુઝિલેન્ડ ફોઉન્ડેશનના ડેલિગેશનનું નેતૃત્વ કિર્સ્ટી શાર્પ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મહિલા રમતગમત ક્ષેત્રે અગ્રણી ભૂમિકા ભજવતી અને વુમન ઈન સ્પોર્ટ ઓટીરોઆની ડેપ્યુટી ચેર તેમજ તે હેરેંગા વાકા વિક્ટોરિયા યુનિવર્સિટી ઓફ વેલિંગ્ટનમાં સ્પોર્ટ મેનેજમેન્ટ લેક્ચરર તરીકે કાર્યરત એરિન રોક્સબર્ગ પણ પ્રતિનિધિમંડળનો ભાગ છે. આ ઉપરાંત એથ્લેટીક્સ ન્યુઝિલેન્ડના નેશનલ ડેવલપમેન્ટ મેનેજર કિર્સ્ટન કિલમિસ્ટર, બાઉલ્સ ન્યુઝિલેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક કેમેરોન, હોકી ન્યુઝિલેન્ડના જનરલ મેનેજર સાયમન બ્રિલ, સ્વિમિંગ ન્યુઝિલેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીવ જોહન્સ તેમજ ન્યુઝિલેન્ડ ક્રિકેટના હેડ ઓફ કોમર્શિયલ ડેવલપમેન્ટ એન્ડ બ્રોડકાસ્ટ થોમસ ફોક્સનો પણ પ્રતિનિધિમંડળમાં સમાવેશ થાય છે.

The New Zealand delegation visited various sports complexes in Ahmedabad

નિર્ધારિત કાર્યક્રમ મુજબ પ્રતિનિધિમંડળે 29 મે, 2026ના રોજ સવારે 9:00 કલાકે અમદાવાદ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ માટે શ્રી અમૃતેશ ઔરંગાબાદકર, IAS, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (SRFDCL), શ્રી દીપક પટેલ, જનરલ મેનેજર (એડમિન- SRFDCL) તથા શ્રી સુશાંત ભટ્ટ, ડીજીએમ (માર્કેટિંગ- SRFDCL) સંકલન કામગીરી સાંભળી હતી. ત્યારબાદ સવારે 10:30 કલાકે પ્રતિનિધિમંડળ નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ માટે શ્રી નિલેશકુમાર સી. પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) તેમજ શ્રી રુષિ વાય. પંડ્યા, ઇન્ચાર્જ સિટી એન્જિનિયર અને એડિશનલ સિટી એન્જિનિયર (વેસ્ટ ઝોન) સંકલન કામગીરી સાંભળી હતી.

આ કાર્યક્રમ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શ્રી આકાશ સાથવારા, આસિસ્ટન્ટ મેનેજરને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે GSID તરફથી શ્રી અનિરુદ્ધ દેસાઈ, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી, અમદાવાદ (શહેર) નોડલ ઓફિસર તરીકે કામગીરી સાંભળી હતી.

Exit mobile version