ન્યૂઝીલેન્ડના મંત્રી ટોડ મેકલેએ નરેન્દ્ર મોદીને ન્યૂઝેલન્ડ આવવા આમંત્રણ આપ્યું
નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: ન્યૂઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકલેએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રધાનમંત્રી ક્રિસ લક્સનના મજબૂત નેતૃત્વને કારણે ભારત-ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) રેકોર્ડ 9 મહિનામાં પૂર્ણ થઈ શક્યો છે.
ખાસ ઈન્ટરવ્યુમાં તેમણે પીએમ મોદીના નેતૃત્વ પ્રત્યે ઊંડું સન્માન વ્યક્ત કર્યું હતું.મેકલેએ વધુમાં ઉમેર્યું કે હવે વેપાર જગતે આગળ આવી આ તકોનો લાભ લેવો જોઈએ. તેમણે પ્રધાનમંત્રી મોદીને ન્યૂઝીલેન્ડ આવવાનું આમંત્રણ આપતા રમૂજમાં કહ્યું કે, “પ્રધાનમંત્રી મોદીનું ન્યૂઝીલેન્ડમાં હાર્દિક સ્વાગત છે. તેઓ પોતાની ક્રિકેટ ટીમને પણ સાથે લાવે, અમને વધુ એક મેચ જોવી ગમશે.” ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમતગમત ક્ષેત્રે સહયોગના 70 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.


