1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની હાઈલાઈટ્સ, કોણ હાર્યુ, કોણ જીત્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની હાઈલાઈટ્સ, કોણ હાર્યુ, કોણ જીત્યું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની હાઈલાઈટ્સ, કોણ હાર્યુ, કોણ જીત્યું

0
Social Share

અમદાવાદ, 28 એપ્રિલ 2026: Highlights of the local body election results  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટાભાગની બેઠક પર ભાજપનો વિજ્ય થયો છે. આ ચૂંટણીમાં મતદારોએ ભાજપ પરનો વિશ્વાસ જાળવી રાખ્યો છે.  જો કે ઘણી બંઠકો પર પેનલો પણ તૂંટી છે.

ગાંધીનગર જિ.પંચાયતની બહિયલ બેઠક પર ભાજપની જીત: ગાંધીનગર જિલ્લા પંચાયતની બહિયલ બેઠક પર ભાજપની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા વખત અગાઉ થયેલા કોમી છમકલા પછી ગૃહમંત્રી હર્ષ સંઘવી આરતી કરવા ગયા હતા. અત્યાર સુધી બહિયલ બેઠક કોંગ્રેસ જ આવતી હતી. જેને ભાજપે પડાવી લીધી છે.

જુનાગઢ જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાજપનો ભગવો લહરાશેઃ જિલ્લા પંચાયતી 30 બેઠકમાંથી 18 બેઠક ઉપર ભાજપનો વિજય

વલ્લભીપુર નગરપાલિકાની ભાજપે કબજે કરી,  24 બેઠકો પૈકી 18 બેઠક ભાજપ પર વિજય, 4 બિનહરીફ, 2 બેઠકો કોંગ્રેસનો વિજય

રાણપુર તાલુકા પંચાયતમાં ભાજપનો વિજ્યઃ  બોટાદની રાણપુર તા. પં. માં ભાજપની જીત- 18માંથી 14 ભાજપ, 3 કોંગ્રેસ, 1 અન્ય

લોક્સાહિત્યકાર માયાભાઇ આહીરની દીકરીની હારઃ લાઠી તાલુકા પંચાયત ચાવંડ બેઠક પર લોક સાહિત્યાકાર માયાભાઈ આહીરની દીકરી એવા ભાજપ ઉમેદવાર સોનલબેન ડેરની હાર થઈ છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર શાંતિબેન ડેરની જીત થઈ છે.

લીંબડી નગરપાલિકા ભાજપે કબજે કરીઃ લીંબડી પાલિકામાં 28માંથી 27 સીટ પર ભાજપનો વિજય, 1 પર કોંગ્રેસની જીત

 મનોજ નિનામાની હારઃ  ગુજરાતમાં ‘સિંધમ IPS’ તરીકેની છાપ ધરાવતા ભાજપના મનોજ નિનામાની હાર થઈ છે. અરવલ્લી જિલ્લામાં સૌથી ચર્ચામાં રહેલા ઓડ બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. 2700 મતથી ભાજપના મનોજ નિનામાની હાર થઈ છે.

આપના મહામંત્રી મનોજ સોરઠિયાની હારઃ સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 4 (કાપોદ્રા)માં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની હાર સાથે ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code