લખનઉ, 31 ઑક્ટોબર, 2026: Jihadi doctor Rameez Malik લખનઉસ્થિત કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)માં ધર્માંતરણ અને ઉત્પીડન કેસમાં મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 48 કલાકના પોલીસ રિમાન્ડ પર લેવાયેલા મુખ્ય આરોપી ડૉક્ટર રમીજ પાસેથી એક મોબાઈલ ફોન અને બે લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે અને તેની પૂછપરછ દરમિયાન પૂછાયેલા 100થી વધુ પ્રશ્નોમાં પોલીસને અનેક મહત્વપૂર્ણ પુરાવા સાંપડ્યા છે.
KGMUમાં ધર્માંતરણ અને ઉત્પીડનનો આ ગંભીર મામલો જાન્યુઆરી 2026માં ત્યારે સામે આવ્યો હતો, જ્યારે એક મહિલા રેસિડન્ટ ડૉક્ટરે પેથોલોજી વિભાગના રેસિડન્ટ ડૉક્ટર રમીજુદ્દીન નાયક (ડૉ. રમીજ મલિક) પર લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવા, બળજબરીથી ગર્ભપાત કરાવવા અને ધર્મ પરિવર્તન (ઇસ્લામ કબૂલવા) માટે દબાણ કરવાનો આરોપ મૂક્યો હતો. આ માનસિક ત્રાસથી કંટાળીને પીડિતાએ દવાનો ઓવરડોઝ લઈને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.
આ પણ વાંચોઃ NCB ને મોટી સફળતા: ભારતમાં પહેલીવાર 182 કરોડ રૂપિયાના જેહાદી ડ્રગ્સ જપ્ત
આ ઘટના બાદ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા હાથ ધરાયેલી તપાસમાં KGMU ના વિવિધ વિભાગોમાં કાર્યરત હિન્દુ મહિલા ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી ધર્માંતરણ કરાવતું એક આખું નેટવર્ક સક્રિય હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. STFએ પોતાના તપાસ રિપોર્ટમાં યુનિવર્સિટીના ડૉક્ટરો, રેસિડન્ટ ડૉક્ટરો અને કર્મચારીઓની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે.
આ રિપોર્ટમાં ગાંધી વોર્ડ, પેથોલોજી, માઇક્રોબાયોલોજી અને રેડિયોલોજી વિભાગ સાથે જોડાયેલી ઘટનાઓ તેમજ પ્રો. સુરેશ બાબુ, ડૉ. સુમાયરા કયૂમ, શફાત અલી ખાન, ડૉ. રિઝવાન, નફીસ, મુસ્તફા અને રેસિડન્ટ ડૉક્ટર આદિલ જેવા તબીબો તથા ફેકલ્ટી સભ્યોનાં નામ સામે આવ્યા છે. આરોપ છે કે જ્યારે મહિલા ડૉક્ટરોએ આનો વિરોધ કર્યો ત્યારે તેમની કારકિર્દી બગાડી દેવાની ધમકી આપવામાં આવી હતી અથવા તેમને માનસિક રીતે અસ્થિર જાહેર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન મુખ્ય આરોપી ડૉ. રમીજ અને તેનાં માતા-પિતાની ધરપકડ કરવામાં આવી હતી અને KGMU તંત્ર દ્વારા તેને સસ્પેન્ડ કરીને કોલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર નેટવર્ક અંગે STFએ પોતાનો વિસ્તૃત અહેવાલ શાસનને સોંપી દીધો છે, જેમાં ધર્માંતરણ અને લવ જેહાદ સાથે જોડાયેલા ગંભીર આરોપોની યાદી સામેલ છે.
ઓક્ટોબર 2026માં STFના આ તપાસ અહેવાલના આધારે ઉત્તર પ્રદેશના તબીબી શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. તબીબી શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ આનંદ કુમાર ત્રિપાઠીએ KGMUના કુલસચિવ (રજિસ્ટ્રાર)ને પત્ર લખીને સંકળાયેલા ડૉક્ટરો અને કર્મચારીઓ સામે કડક વિભાગીય તથા કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે અને લેવાયેલાં પગલાં અંગેનો વિગતવાર અહેવાલ માંગ્યો છે. હાલમાં આ તપાસ રિપોર્ટના આધારે KGMU વહીવટીતંત્ર અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવનારી આગામી કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.


