1. Home
  2. Agency
  3. News
  4. હવે વિપ્રોમાં ધર્માંતરણ ગેંગનો પર્દાફાશ, હિન્દુ મહિલાએ નોંધાવી ફરિયાદઃ જુઓ વીડિયો
હવે વિપ્રોમાં ધર્માંતરણ ગેંગનો પર્દાફાશ, હિન્દુ મહિલાએ નોંધાવી ફરિયાદઃ જુઓ વીડિયો

હવે વિપ્રોમાં ધર્માંતરણ ગેંગનો પર્દાફાશ, હિન્દુ મહિલાએ નોંધાવી ફરિયાદઃ જુઓ વીડિયો

0
Social Share

પુણે (મહારાષ્ટ્ર), 4 જૂન 2026: – નાસિકમાં ટીસીએસ (TCS) અને મુંબઈમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના કર્મચારી સાથે જોડાયેલા કિસ્સાઓ બાદ, હવે પુણેની જાણીતી આઈટી (IT) કંપની વિપ્રો (Wipro) માંથી ‘કોર્પોરેટ જેહાદ’ અને ધાર્મિક ઉત્પીડનનો એક અત્યંત ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર ઘટના અંગે હિંજવડી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસ સાથે જોડાયેલી પીડિત હિન્દુ મહિલાએ હિન્દુ જનજાગૃતિ સમિતિ (HJS) દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં વ્યક્તિગત રીતે હાજર રહીને પોતાની આપવીતી જાહેર કરી હતી.

હિન્દુ જનજાગૃતિ સમિતિએ આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરે, ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપે અને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી સુનિશ્ચિત કરે તેવી માંગ કરી છે.

આ પણ વાંચોઃ આરએસએસ વિરુદ્ધનો વિજયાદશમીની ઉજવણી સંદર્ભે ફોજદારી કેસ હાઈકોર્ટે ફગાવી દીધો

ધર્માંતરણ અને સંબંધો બાંધવા દબાણ

પીડિતાનો આક્ષેપ છે કે વિપ્રોમાં કામ કરતી વખતે, તેના પર ઇસ્લામ સ્વીકારવા અને એક મુસ્લિમ વ્યક્તિ સાથે શારીરિક સંબંધો સ્થાપિત કરવા માટે ભારે માનસિક દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેણીએ આ માંગણીઓનો મક્કમતાપૂર્વક અસ્વીકાર કર્યો અને કંપનીના મેનેજમેન્ટને ફરિયાદ કરી, ત્યારે મેનેજમેન્ટે આરોપીઓ સામે કોઈ પગલાં લેવાને બદલે ઉલટાનું તેણીને જ નોકરીમાંથી કાઢી મૂકી હતી.

પીડિતાએ જણાવ્યું કે તે વિપ્રોમાં પૂરી ઇમાનદારીથી પોતાની ફરજ બજાવી રહી હતી, ત્યારે શાહીના રફીક નામની એક મહિલા સહકર્મચારીએ તેના અંગત જીવનમાં અતિશય હસ્તક્ષેપ કરવાનું શરૂ કર્યું હતું. શાહીના તેને વારંવાર શેખ નામના મુસ્લિમ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવા અને હિન્દુ ધર્મ છોડીને ઇસ્લામ અંગીકાર કરવા માટે દબાણ કરતી હતી. તેને એવી લાલચ પણ આપવામાં આવી હતી કે જો તે ઇસ્લામ સ્વીકારીને મુસ્લિમ વ્યક્તિ સાથે રહેશે, તો તે દુબઈમાં આરામદાયક અને શાંતિપૂર્ણ જીવન માણી શકશે. સતત થતા ધાર્મિક અને માનસિક ઉત્પીડનથી પરેશાન થઈને, પીડિતાએ કામ સિવાયની અન્ય બાબતોમાં શાહીના સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

જુઓ વીડિયો…

પીડિતાના જણાવ્યા અનુસાર, તેણે આ બાબતની સત્તાવાર જાણ કંપનીના ઉચ્ચ અધિકારીઓને કરી હતી. જો કે, વિપ્રોના અધિકારીઓએ શાહીના રફીક સામે કોઈ શિસ્તભંગના કે પછી મારી ફરિયાદના નિવારણનાં પગલાં લીધા નહોતા. તેના બદલે શાહીનાએ ગુપ્ત રીતે રેકોર્ડ કરાયેલી અને અધૂરી ઓડિયો વાતચીત રજૂ કરીને પીડિતા સામે વળતી ફરિયાદ નોંધાવી દીધી. પીડિતાએ વધુમાં જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓએ ખુલ્લેઆમ શાહીનાને ટેકો આપ્યો, તેની સામે પગલાં લેવાનો ઇનકાર કર્યો અને વિપ્રોના હ્યુમન રિસોર્સિસ (HR) વિભાગ અને મેનેજમેન્ટ કમિટીએ પીડિતાની ફરિયાદ તથા પુરાવાઓને નજરઅંદાજ કરીને તેની સામે એકતરફી કાર્યવાહી કરી હતી.

પીડિતાની સંમતિ વિના તેના લેપટોપમાંથી રાજીનામું અપાયું

પીડિતાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ઓગસ્ટ 2025 ના અંતમાં એચઆર (HR) પ્રતિનિધિ પ્રશાંત જી.આર. એ તેને માઇક્રોસોફ્ટ ટીમ્સ (Microsoft Teams) મીટિંગમાં આમંત્રિત કરી હતી. આ મીટિંગ દરમિયાન તેમણે ટેકનિકલ માધ્યમોનો ઉપયોગ કરીને પીડિતાના લેપટોપ સ્ક્રીનનો કંટ્રોલ (કાબૂ) મેળવી લીધો હતો અને કોઈપણ પૂર્વ સૂચના વિના કે તેની સંમતિ વિના તેની પાસે બળજબરીથી રાજીનામું સબમિટ કરાવી દીધું હતું.

રૂ. 50 લાખના વળતરની માંગ સાથે વિપ્રોને કાનૂની નોટિસ

પીડિતાએ તેના વકીલો મારફતે વિપ્રો કંપનીને કાનૂની નોટિસ પાઠવી છે. આ નોટિસની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:

અતિશય માનસિક સતામણી અને સામાજિક પ્રતિષ્ઠાને થયેલા નુકસાન બદલ રૂ. 50 લાખનું વળતર આપવામાં આવે.

દબાણ હેઠળ મેળવેલું રાજીનામું કાનૂની રીતે અમાન્ય હોવાથી તેને તાત્કાલિક રદ્દ કરવામાં આવે.

કર્મચારીને તેના સંપૂર્ણ પગારની સાતત્યતા અને સેવાકીય લાભો સાથે નોકરી પર પુનઃસ્થાપિત કરવામાં આવે.

કંપની તરફથી સત્તાવાર લેખિત માફી માંગવામાં આવે અને શાહીના રફીક તેમજ તેને ટેકો આપનારા તમામ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code