Site icon Revoi.in

જ્ઞાનવાપી-મથુરા જ નહીં, ટાર્ગેટ પર 3000 મસ્જિદો: યોગીના નિવેદન પર SP સાંસદનો દાવો

Social Share

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે વિધાનસભામાં કહ્યુ હતુ કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ બાદ હવે જ્ઞાનવાપીમાં નંદી બાબા બેરિકેડિંગ તોડી ચુક્યા છે. આ સિવાય કૃષ્ણજી પણ ક્યાં માનવાના છે. આ પ્રકારે તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે બાજપ હવે અયોધ્યા બાદ કાશી અને મથુરાના મામલાને આગળ વધારવાનું છે. આ બંને મામલાઓ પર કોર્ટમાં અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. હવે યોગી આદિત્યનાથના નિવેદનને લઈને સમાજવાદી પાર્ટીના સાંસદ એસ. ટી. હસને પણ ટીપ્પણી કરી છે. તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ટીપ્પણીને કોમવાદી સૌહાર્દ બગાડનારી અને ચૂંટણીનો ફાયદો ઉઠાવવાની કોશિશરૂપ ગણાવી છે.

સંસદ સત્રમાં ભાગ લેવા માટે દિલ્હી આવેલા એસ. ટી. હસને કહ્યુ છે કે આ લોકોના ટાર્ગેટ પર તો ત્રણ હજાર મસ્જિદો છે. સવાલ એ છે કે આખરે આ ઘટનાક્રમ ક્યાં જઈને થંભશે. તેમણે કહ્યુ છે કે અમે તો ઘણાં દિવસોતી કહી રહ્યા હતા કે બાબરી મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઉકેલાયો અને વધુ એક ફેંસલો આપ્યો. હવે જ્ઞાનવાપી છે, તેની આગળ મથુરા છે. પછી તાજમહલ અને કુતુબમિનાર છે. આ પ્રકારે 3000 મસ્જિદો પર ટાર્ગેટ છે. આ સિલસિલો ક્યાં થંભશે? શું આ લોકોને અહેસાસ નથી કે તેનાથી દેશ કેટલો કમજોર થશે. કેટલીક જવાબદારીઓ તો આપણા નેતાઓની પણ છે. આપણા દેશમાં સારો માહોલ બને અને આ મામલાઓને સંમતિથી ઉકેલવામાં આવે.

એસ. ટી. હસને કહ્યુ છે કે હવે ચૂંટણી માથા પર છે, તો આ લોકોની પાસે જણાવવા માટે કંઈપણ નથી. માટે હવે આવા મામલા ઉઠાવાય રહ્યા છે, જેથી લોકોની ભાવનાઓને ભડકાવવામાં આવે. રામજી તો કણ-કણમાં છે. આ પણ તો કોઈને ખબર નથી કે જ્યાં મંદિર બન્યું છે, ત્યાં તેમનો જન્મ થયો હતો.

મહત્વપૂર્ણ છે કે ભાજપના ઘણાં નેતાઓ અવાર-નવાર તાજમહલને લઈને પણ સવાલ ઉઠાવતા રહે છે. કુતુબમિનારનો મામલો પણ ઉઠતો રહે છે. તો જ્ઞાનવાપીને લઈને આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાનો રિપોર્ટ પણ આવી ગયો છે, તેમાં હિંદુ દેવીદેવતાઓની મૂર્તિઓ હોવાના દાવા કરવામાં આવ્યા છે. આ સિવાય રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઔરંગઝેબના આદેશ પર મંદિરને તોડવામાં આવ્યું હતું અને પછી મસ્જિદ નિર્માણ કરવામાં આવ્યું.