Site icon Revoi.in

પાકિસ્તાન આતંકવાદને હથિયાર બનાવીને ભારતને વાતચીત માટે ટેબલ ઉપર બાસાડી નહીં શકેઃ એસ.જયશંકર

Social Share

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એક.જયશંકરે ફરી એકવાર પાકિસ્તાન અને ચીનને આડેહાથ લીધું હતું. સાઈપ્રસ યાત્રા દરમિયાન પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે, આતંકવાદને હથિયાર બનાવીને ભારતને વાતચીત માટે ટેબલ ઉપર બાસાડી ના શકાય. ચીન મુદ્દે તેમણે કહ્યું કે, ચીન સામે અમારા સંબંધ સામાન્ય નથી, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને એક તરફી બદલવાના કોઈ પ્રસ્તાવને સમર્થન નહીં અપાય. અરૂણાચલના તવાંગ સેક્ટરમાં ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે થયેલી અથડામણ મુદ્દે કહ્યું હતું કે, અમારી સીમા ઉપર પડકારો છે, જે કોવિડ દરમિયાન વધારે વધ્યાં છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, મુળ મુદ્દા ઉપર કોઈ સમાધાન નહીં થાય, આતંકવાદથી કોઈ દેશને એટલુ નુકશાન થયું જેટલુ ભારતને થયું છે. બહુ સ્પષ્ટ છે કે, અમે આતંકવાદને ક્યારેય સ્વિકાર કર્યો નથી. પાકિસ્તાન ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, અમે તમામ પડોશી દેશો સાથે સારા સંબંધ રાખવા માંગીએ છીએ. પરંતુ એનો મતલબ નથી કે અમે આતંકવાદ મુદ્દે સમાધાન કરીએ. અમે આતંકવાદને હથિયાર બનાવીને ભારતને વાતચીત માટે ટેબલ ઉપર લાવવા મજબુર નહીં કરી શકાય.

ભારત પાસે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની અધ્યક્ષતા આવ્યા બાદ પાકિસ્તાન આતંકવાદ મુદ્દે ભારતને ઘેરવાનો પ્રયાસ કરે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે અભદ્ર ટિપ્પણી કરી હતી. બિલાવલ ઝરદારી ભુટ્ટોના નિવેદનને પગલે દેશવાસીઓમાં રોષ ફેલાયો હતો. તેમજ ભાજપ દ્વારા સમગ્ર દેશમાં પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો.