Site icon Revoi.in

પાકિસ્તાન આતંકવાદનો ગઢ : UNGAમાં ભારતનો ઈમરાનખાનને જવાબ

Social Share

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશના પ્રવાસે છે. તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે આતંકવાદ સહિતના મહત્વના મદ્દા ઉપર સર્ચા કરી હતી. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીરનો રાગ આલોપીને મગરમછના આંસુ સાર્યા હતા. જો કે, ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમજ પાકિસ્તાનને આતંકવાદનો ગઢ ગણાવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ઈમરાન ખાને કહ્યું કે કાશ્મીરની ડેમોગ્રાફીમાં ભારત ફેરફાર કરવા માંગે છે. અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને શહીદ ગણાવ્યા હતા. જમ્મુ-કાશ્મીર વિવાદના સમાધાનથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાશે. ઈમરાન ખાને અમેરિકા ઉપર પણ લગાવ્યા ગંભીર આરોપ લગાવ્યાં હતા. અફઘાનિસ્તાનના મુદ્દે પાકિસ્તાનને વખોડનારા વિશ્લેષણ કરે. 80ના દાયકામાં અમેરિકાએ અલ કાયદા જેવા મુજાહિદ્દીન સંગઠનોને ટ્રેનિંગ આપી હતી.

ઈમરાન ખાનને જવાબ આપતા ભારતે કહ્યું હતું કે, ઈમરાન ખાને ભારત વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવે છે અને આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારત વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવવાની કોશિશ કરે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે. પાકિસ્તાનમાં આતંકીઓ ખુલ્લેઆમ ઘૂમે છે. ઈમરાન ખાન લાદેનના ગુણગાન ગાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધ ખરાબ છે પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ ધમધમતા હોવાથી ભારત સહિતના દુનિયાના અન્ય દેશો નારાજ હોવાનું જાણવા મળે છે.