Site icon Revoi.in

ગુજરાતમાં સ્કૂલ ખોલવાના સરકારના નિર્ણયનો વાલીઓએ નોંધાવ્યો વિરોધ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આગામી તા. 11મી જાન્યુઆરીથી ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ વાલી મંડળના પ્રતિનિધીઓએ ભાજપના પ્રદેશ અધ્યક્ષને વેક્સીનના સફળ પરીક્ષણ બાદ જ સ્કૂલ ખોલવા રજૂઆત કરી છે.

ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ છે. જો કે, વિદ્યાર્થીઓનું અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ અને કોલેજ શરૂ કરવા મુદ્દે ચર્ચા થઈ હતી. અંતે આગામી તા. 11મી જાન્યુઆરીથી ધો-10 અને ધો-12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત યુજી અને પીજીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ કોલેજ શરૂ કરવામાં આવશે. જો કે, વિદ્યાર્થીઓ માટે હાજરી ફરજિયાત નહીં હોય. જેથી ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ શાળામાં આવવા માટે વાલીઓની સંમતિ મેળવવાની રહેશે અને તે માટે ફોર્મ ભરવાનું રહેશે. બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે.

ગુજરાતમાં તા. 11મી જાન્યુઆરીથી સ્કૂલ શરૂ કરવા કરેલા નિર્ણયથી વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. તેમજ વાલી મંડળના પ્રતિનિધિએ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને વેક્સીનના સફળ પરીક્ષણ બાદ જ સ્કૂલ ખોલવા રજૂઆત કરી છે