Site icon Revoi.in

હિમાચલ પ્રદેશની જનતા પીએમ મોદી ઉપર વિશ્વાસ કરે છેઃ જેપી નડ્ડા

Social Share

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મતદાનના માત્ર ચાર દિવસ પહેલા, રાજ્ય કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ મહાસચિવ ધરમપાલ ઠાકુર ખંડ સહિત 26 કોંગ્રેસી નેતાઓ સત્તાધારી ભાજપમાં જોડાયા હતા. પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે. હિમાચલમાં માત્ર એક જ તબક્કામાં મતદાન થશે. આ માટે 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે. આ તમામ 26 કોંગ્રેસી નેતાઓ મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને ભાજપના રાજ્ય ચૂંટણી પ્રભારી સુધન સિંહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે શિમલાથી ભાજપના ઉમેદવાર સંજય સૂદ પણ હાજર હતા. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે રાજ્યના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરે છે.

કોંગ્રેસના પૂર્વ મહાસચિવ ધરમપાલ ઠાકુર, પૂર્વ સચિવ આકાશ સૈની, પૂર્વ કાઉન્સિલર રાજન ઠાકુર, પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ અમિત મહેતા, મેહરસિંહ કંવર, યુથ કોંગ્રેસના રાહુલ નેગી, જય મા શક્તિ સામાજિક સંસ્થાનના પ્રમુખ જોગીન્દર ઠાકુર, નરેશ વર્મા, ચમયાના વોર્ડ સભ્ય યોગેન્દ્ર સિંહ, ટેક્સી યુનિયનના સભ્ય રાકેશ ચૌહાણ, ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ શિમલાના પ્રમુખ ધર્મેન્દ્ર કુમાર, વીરેન્દ્ર શર્મા, રાહુલ રાવત, સોનુ શર્મા, અરુણ કુમાર, શિવમ કુમાર, ગોપાલ ઠાકુરએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.

તેમની સાથે પક્ષ બદલનાર અન્ય લોકોમાં ચમન લાલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના સચિવ દેવેન્દ્ર સિંહ, મહેન્દ્ર સિંહ, યુથ કોંગ્રેસના પૂર્વ મહાસચિવ મુનીશ મંડલા, બાલકૃષ્ણ બોબી, સુનીલ શર્મા, સુરેન્દ્ર ઠાકુર, સંદીપ સમતા અને રવિનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ભાજપના તમામ નવા કાર્યકરોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે ભાજપની ઐતિહાસિક જીત માટે આપણે સાથે મળીને કામ કરીએ. આ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે રાજ્યના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરે છે.

આ દરમિયાન મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ટ્વીટ કરીને કહ્યું, “રિવાજ બદલાઈ રહ્યો છે, આજે શિમલાના કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પદાધિકારીઓ સહિત ઘણા સાથીઓ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભાજપ પરિવાર, આવો, ભાજપની ઐતિહાસિક જીત માટે એકતા સાથે કામ કરીએ

Exit mobile version