Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલઃ કેન્દ્ર સરકાર બાદ વિવિધ રાજ્ય સરકારે પણ કિંમતમાં ઘટાડો કરી પ્રજાને આપી ભેટ

Social Share

દિલ્હીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકારોને પણ વેરામાં ઘટાડો કરવા તાકીદ કરી હતી. જેના પગલે કેટલાક રાજ્યો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની દિશામાં કવાયત શરૂ કરી છે. દરમિયાન કર્ણાટક, ગોવા અને ઉત્તરપ્રદેશ સહિતની વિવિધ સરકારે પણ ભાવમાં ઘટાડો થયો છે.

ઉત્તરપ્રદેશ સરકારે પેટ્રોલમાં રૂ. 7 અને ડીઝલમાં રૂ. 2 વેટ ઓછો કર્યો છે. રાજ્યના વધારાના મુખ્ય સચિવ નવનીત સહેગલે જણાવ્યું હતું કે, હવે રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં લગભગ રૂ. 12નો ઘટાડો કરાયો છે. કર્ણાટક મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ભલે 2100 કરોડની રાજકોષીય ઘટ હોય પરંતુ પ્રજાને હાલાકી ના પડવી જોઈએ. જેથી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડો કરાયો છે. હવે પેટ્રોલ લગભગ રૂ. 95.90 અને ડીઝલમાં રૂ. 81.50 પ્રતિલીટર થયો છે.  સમમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ રૂ. 7નો ઘટાડો કરાયો છે.

ત્રિપુરા સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર રૂ. 7નો ઘટાડો કર્યો છે. મુખ્યમંત્રી બિપ્લવ દેવએ ટ્વીટ કરીને કહ્યું કે, અગરતલામાં પેટ્રોલ રૂ. 98.33 અને ડીઝલ રૂ. 85.63 પ્રતિલીટર મળશે. મણિપુર સરકારે પણ રૂ. 7નો ઘટાડો કર્યો છે. આવી જ રીતે સિક્કિમમાં પણ પેટ્રોલ ડિઝલની કિંમતમાં રૂ. 7નો ઘટાડો કરાયો છે.