Site icon Revoi.in

PM મોદીએ મુખ્ય સચિવો સાથેની બેઠકમાં આત્મનિર્ભરતા-ગવર્નન્સ સુધારા પર મૂક્યો ભાર

Social Share

નવી દિલ્હી, 29 ડિસેમ્બર 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આયોજિત મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન સાધીને દેશના રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓને એકસમાન બનાવવાનો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ કાર્યક્રમની તસવીરો શેર કરતા વડાપ્રધાને ‘વિકસીત ભારત’ના નિર્માણ માટે માનવ સંસાધન અને આત્મનિર્ભરતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ વર્ષના સંમેલનની થીમ ‘વિકસીત ભારત માટે માનવ મૂડી’ રાખવામાં આવી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, “મેં મારા વિચારો શેર કર્યા છે કે આપણે સૌ મળીને ભારતને કેવી રીતે આત્મનિર્ભર બનાવી શકીએ, ગરીબોને સશક્ત કરી શકીએ અને વિકસીત ભારતના સપનાને સાકાર કરી શકીએ.” આ બેઠકમાં શિક્ષણ, સ્કીલિંગ અને ઉચ્ચ શિક્ષણ જેવા પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં વધુ એક BLOનો આપઘાત: સતત વધતા કામના ભારણે લીધો જીવ

વડાપ્રધાને રાજ્યોને મેન્યુફેક્ચરિંગ પ્રોત્સાહન આપવા અને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ વધારવા આહવાન કર્યું હતું. તેમણે કૃષિ ક્ષેત્ર અંગે વિઝન રજૂ કરતા કહ્યું કે, ભારત વિશ્વનું ‘ફૂડ બાસ્કેટ’ (અન્ન ભંડાર) બનવાની ક્ષમતા ધરાવે છે. આપણે ઉચ્ચ મૂલ્ય ધરાવતી ખેતી, બાગાયત, પશુપાલન અને મત્સ્ય પાલન તરફ આગળ વધવું જોઈએ. ભારત વૈશ્વિક સ્તરે ખાદ્ય નિકાસકાર તરીકે ઉભરી શકે છે અને સર્વિસ સેક્ટરમાં ‘ગ્લોબલ સુપરપાવર’ બની શકે છે.

નીતિ આયોગ દ્વારા આયોજિત આ સંમેલનમાં વડાપ્રધાને વહીવટી તંત્રમાં સુધારા અને પરફોર્મન્સના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, “ગવર્નન્સમાં ટેકનોલોજીનો ઉપયોગ અને બિનજરૂરી નિયમોને દૂર કરવા એ આજના સમયની માંગ છે.” આ બેઠકમાં પ્રારંભિક બાળ શિક્ષણથી લઈને કૌશલ્ય વિકાસ સુધીના મુદ્દાઓ પર એક ‘કોમન રોડમેપ’ તૈયાર કરવા પર સહમતિ સાધવામાં આવી હતી.

આ પણ વાંચોઃ નવા વર્ષના સેલિબ્રેશન માટે પીનટ બટર-બનાના સેન્ડવિચ ટ્રાય કરો

 

 

 

Exit mobile version