Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટઃ પર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને રામદાસ અઠાવલે વચ્ચે બેઠક

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે, હાલ સીએમ ઠાકરે સરકાર લઘુમતીમાં મુકાઈ છે. દરમિયાન ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એનડીએના સભ્ય રામદાસ અઠાવલે વચ્ચે બેઠક મળી હતી. જેમાં હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને ભાજપ દ્વારા મંથન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અને ભારતીય રિપબ્લિકન પાર્ટીના અધ્યક્ષ રામદાસ અઠાવલે મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસના ઘરે ગયા હતા. બંને નેતાઓ વચ્ચે બેઠક મળી હતી. તેમજ મહારાષ્ટ્રના રાજકારણને લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી.

અઠાવલેએ કહ્યું કે, શિવસેનામાં ફેલાયેલો કલહથી અમારે કોઈ લેવા-દેવા નથી. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે પોતાની રીતે વિવાદનો ઉકેલ લાવશે. અમે જોઈ રહ્યાં છીએ કે, આગળ શું થશે. અમે સરકાર બનાવવા માટે કોઈ વિચારણા નથી કરી રહ્યાં, આ ઉપરાંત શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, અજીત પવાર અને સંજય રાઉત ઉપર બહુમતને લઈને અઠાવલેએ કટાક્શ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈથી પુણે સુધીના વિસ્તારમાં શિવસેનાના કાર્યકરોમાં રોષ ફેલાયો છે અને એકનાથ શિંદેના પોસ્ટરને શાહી લગાવી હતી, જ્યારે કેટલાક સ્થળો ઉપર પુતળા દહન કરવામાં આવ્યાં હતા. એટલું જ નહીં કેટલાક નારાજ ધારાસભ્યોની ઓફિસમાં પણ તોડફોડ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સત્તાની સાથે પાર્ટી બચાવવા માટે હવાતિયા મારતા ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સહિતના નેતાઓ વચ્ચે બેઠકનો દોર ચાલી રહ્યો છે. હાલ શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગયું છે.