Site icon Revoi.in

રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા: દેશમાં મકરસંક્રાતિથી તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા PM મોદીની અપીલ

Social Share

નવી દિલ્હીઃ રામલલાના પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરી અયોધ્યાને સાફ-સુથરી બનાવવાનો સંકલ્પ લીધો છે. જેના પગલે તેમણે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પણ શેર કરીને અયોધ્યાને સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, દેશભરના લોકોને પ્રાર્થના છે કે, મકરસંક્રાતિના પર્વ ઉપર નાના-મોટા તીર્થ સ્થળો ઉપર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે.

https://www.instagram.com/reel/C1n-N0WyC9I/?utm_source=ig_embed&ig_rid=9a476ecd-ffc3-4dc5-a4b1-a3aa0ee0ee16

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મારા અયોધ્યાના ભાઈ-બહેનોને કહેવું છે કે, તમારે દેશ અને દુનિયાના અગણિત અતિથીઓ માટે તૈયાર રહેવાનું છે. હવે દેશ-દુનિયાના લોકો સતત અયોધ્યા આવશે. આ માટે અયોધ્યાવાસીઓએ રામનગરીને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે સંકલ્પ લેવો જોઈએ. આ સ્વચ્છ અયોધ્યા એ અયોધ્યાવાસીઓની જવાબદારી છે.

તેમણે વધુમાં કહ્યું કે, મારી દેશની જનતાને પ્રાર્થના છે કે રામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠાના  એક સપ્તાહ પહેલા એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાતિના પર્વથી સમગ્ર દેશના નાના-મોટા તીર્થ સ્થળોની સ્વચ્છતાનું મોટુ અભિયાન ચલાવવું જોઈએ. દરેક મંદિરમાં સફાઈનું અભિયાન આપણે તા. 14થી 22મી જાન્યુઆરી સુધી ચલાવવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પ્રભુ શ્રી રામજી તમામના છે, પ્રભુ શ્રી રામજી જ્યારે આવી રહ્યાં છે તો એક પણ મંદિર, એક પણ તીર્થ ક્ષેત્ર ગંદુ ના હોવું જોઈએ.

અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય હાલ જોરશોરથી ચાલી રહ્યું છે અને તા. 22મી જાન્યુઆરીએ આ મંદિરમાં ભગવાન શ્રીરામજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.