Site icon Revoi.in

પ્રયાગરાજઃ ક્લાઈવ રોડનું નામ બદલીને હવે અતુલ માહેશ્વરી કરાયું

Social Share

લખનૌઃ પ્રયાગરાજમાં સિવિલ લાઈન્સ સ્થિત ક્લાઈવ રોડ હવે પત્રકારત્વ, શિક્ષા અને સમાજીક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા જાણીતા હિન્દી દૈનિક અમર ઉજાલાના સ્થાપક અતુલ માહેશ્વરીજીના નામે ઓળખવામાં આવશે. ક્લાઈવ રોડનું નામ અતુલ માહેશ્વરી માર્ગ કરવાનો પ્રસ્તાવ મનપાની સભામાં સર્વસમ્મતિથી મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મનપાની મીટીંગમાં હાજર તમામ નગરસેવકોએ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એટલે હવે ઝડપથી માર્ગના બદલાયેલા નામનું બોર્ડ લગાવવામાં આવશે.

મનપાની બેઠકમાં ક્લાઈવ રોડનું નામ અતુલ માહેશ્વરીજીના નામ ઉપર રાખવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ 2018માં રજૂ કરાયો હતો. પરંતુ કોરોના મહામારીને પગલે માર્ગનું નામ બદલવાનો પ્રસ્તાવ પેન્ડીંગ રાખવામાં આવ્યો હતો. મનપાની કમીટીએ પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ મનપાની સામાન્યસભામાં બોર્ડ ઉપર મુકવામાં આવ્યું હતું. જેને તમામ નગરસેવકોએ મંજૂરી આપી હતી.

અમર ઉજાલાના સ્થાપક અતુલ માહેશ્વરીનું પત્રકારત્વ ક્ષેત્ર મહત્વનું યોગદાન રહ્યું છે. તેઓ લગભગ 37 વર્ષ સુધી મીડિયા ક્ષેત્રમાં સક્રિય રહ્યાં અને અમર ઉજાલાને નવી ઈંચાઈ ઉપર લઈ જવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. અમલ ઉજાલાના મેનેજિંગ ડિરેક્ટર હોવા ઉપરાંત તેઓ ઈન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીમાં ઉત્તરપ્રદેશ શાખાના ચેરમેન, આઈઆરએસ, સીઆઈઆઈ જેવી સંસ્થાઓમાં પણ સભ્ય રહી ચુક્યાં હતા.