Site icon Revoi.in

રાહુલ ગાંધીએ ભાજપ પર લોકસભા ચૂંટણીઓમાં મેચ ફિક્સિંગની કોશિશનો લગાવ્યો આરોપ, ECને બીજેપીએ કરી ફરિયાદ

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ઘોષણા બાદથી વિપક્ષી દળો અને ભાજપ વચ્ચે વાદવિવાદની રાજનીતિ તીવ્ર બની છે. આ દરમિયાન થોડા દિવસો પહેલા વિપક્ષી ઈન્ડી ગઠબંધને ભાજપ અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ દિલ્હીમાં લોકશાહી બચાવો રેલી આયોજીત કરીને નિશાન સાધ્યા હતા.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે ભાજપ લોકસભા ચૂંટણીઓમાં મેચ ફિક્સિંગની તમામ કોશિશો કરી રહ્યું છે. તેમમે તેની સાથે જ કહ્યુ કે જો આ વખતે પણ ભાજપની સરકાર બનશે, તો તેઓ બંધારણ બદલી નાખશે અને લોકોનો અધિકાર છીનવી લેશે.

હવે રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપે ફરિયાદ નોંધાવાની વાત કહી છે. તેણે ચૂંટણી પંચને મેચ ફિક્સિંગવાળી ટીપ્પણી માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે.

રાહુલ ગાંધીએ આની સાથે જ કહ્યુ છે કે આ ચૂંટણી અમે માત્ર બંધારણ બચાવવા અને લોકોના હિત બચાવવા માટે લડી રહ્યા છીએ. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે જ્યારે અમ્પાયરો અને કેપ્ટન પર દબાણ નાખીને ખેલાડીઓને ખરીદી લેવામાં આવે છે અને તેના પછી મેચ જીતી લેવામાં આવે છે, તો તેને ક્રિકેટમાં મેચ ફિક્સિંગ કરેવામાં આવે છે.

હવે આપણે ત્યાં લોકસભા ચૂંટણીના પણ આવા હાલ છે. અમ્પાયરોની પસંદગી મેચ શરૂ થતા પહેલા થઈ ગઈ છે અને આપણે બે ખેલાડી એરેસ્ટ થઈ ચુક્યા છે. સ્પષ્ટ છે કે મોદી આ ચૂંટણીમાં મેચ ફિક્સિંગ કરવાની કોશિશ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ રેલીમાં ભાજપ પર દેશની એજન્સીઓ પર દબાણ નાખીને વિપક્ષ પર કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ છે કે ઈડી-સીબીઆઈ બધાં ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે અને જો દેશની જનતાને પોતાના અધિકાર બચાવવા છે, તો આગામી ચૂંટણીમાં ભાજપને હટાવવું જ પડશે.