Site icon Revoi.in

અદાણી વિદ્યા મંદિરનું કોવિડ સેન્ટર થયું શરૂ, જાણો દર્દીને દાખલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને વિગતો

Social Share

અમદાવાદ: ભારતના મહાનગરોને કોવીડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે. જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી. રોજબરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે તેની સામે શહેરની તબીબી સવલતો ઉપર અકલ્પનિય દબાણ વધી રહ્યું છે. એકાએક સર્જાયેલી આ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા અમદાવાદમાં વધુ સંભાળ, પુષ્કળ જગ્યા અને મદદના જાજા હાથ ની જરુર છે.

આ જીવલેણ વાયરસ સામેની જંગમાં રાજ્ય સરકારના અથાગ પ્રયાસોના સમર્થનમાં અદાણી ગ્રૂપે અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ સંચાલિત અમદાવાદના મકરબા વિસ્તારમાં સ્થિત અદાણી વિદ્યા મંદિર સંકૂલને કોવિડ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે અને કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હવે આ કોવિડ સેન્ટર શરૂ થઇ ચૂક્યું છે.

અમદાવાદ શહેરમાં આવેલ સરકારી અને ખાનગી આરોગ્ય માળખા ઉપરનું ભારણ ઘટે તે હેતુથી શરુ થનારા આ સેન્ટરમાં પોતાના પરિવારોથી આઇસોલેશનમાં રહેલા લોકોની સંભાળ લેશે. આઇસોલેશન હેઠળના લોકો માટેની આ સગવડથી તેમના પરિવારના અન્ય સદસ્યોનું પણ સંક્રમિત થવા સામે રક્ષણ થશે અને કોવિડ-૧૯ના ફેલાવાની ગતિને ધીમી પાડવામાં ભાગ ભજવશે.

અદાણી વિદ્યા મંદિર કોવિડ સેન્ટરમાં દર્દીને દાખલ કરવા માટે નીચે મુજબના માપદંડ છે

શરત 1 – RT-PCR અથવા રેપિડ પોઝિટિવ રિપોર્ટ (ખાનગી અથવા સરકારી) વધુમાં વધુ 72 કલાક સુધીનો.

શરત 2 – ઓક્સિજન લેવલ 95થી વધુ હોવું જોઇએ.

શરત 3 – 6 મિનિટ ચાલ્યા પછી ઓક્સિજન લેવલ 94-95 કરતાં વધારે હોવું આવશ્યક છે.

હાલમાં સંસ્થાના કોવિડ કેર સેન્ટરમાં ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓને ધ્યાનમાં રાખતા નીચે પ્રમાણેના દર્દીઓને અન્ય સુવિધા ધરાવતી હોસ્પિટલમાં દાખલ થવું હિતાવહ રહેશે.

1 – દર્દી પહેલેથી ઓક્સિજન પર હોય (> 5 લિટર પ્રતિ મિનિટ)

2 – દર્દીને વેન્ટિલેટરની જરૂર હોય અથવા Bi Papની આવશ્યકતા હોય

3 – દર્દીને રેમડેસિવીર દવાની જરૂર હોય

4 – દર્દીને અનિયંત્રિત પ્રેશર અને /અથવા ડાયાબિટીસની બિમારી હોય

5 – દર્દીને દમની બીમારી અથવા ફેફસાંની બીમારી હોય

6 – દર્દીને કિડની ફેલ્યોર હોય

7 – દર્દીને યકૃતની બીમારી હોય

8 – દર્દીની ઉંમર 65 વર્ષ કરતાં વધારે હોય

9 – દર્દીનો CT ગંભીરતા સ્કોર 7 કરતાં વધારે હોય

10 – દર્દી પ્રેગનન્ટ અથવા ઉંમર 14 કરતાં ઓછી હોય અથવા માનસિક બીમારી હોય

11 – દર્દીને પહેલેથી કેન્સર, હૃદયરોગ અથવા ઓટોઇમ્યુન રોગ હોય

દાખલ થવા માટે આવશ્યક દસ્તાવેજો

અદાણી કોવિડ સેન્ટરને લગતી વધુ વિગતો માટે કૃપયા નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરવો.

મોબાઇલ નંબર – 63590 01088 (24X7 Helpline)

(સંકેત)