Site icon Revoi.in

ઉનાળામાં જરૂર ખાઓ સલાડ, આ સલાડ રેસિપીઝને એક વાર જરૂર ટ્રાય કરો

Social Share

ઉનાળામાં સ્માર્ટ રહેવાનો મતલબ છે એનર્જેટિક અને રેફ્રેશ ફીલ કરવું અને તેના માટે તમારે અંદરથી હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે. અહીં તમારા માટે 5 પ્રકારના ટેસ્ટી સમર સલાડ વિશે જણાવ્યું છે. જેને તમે ઉનાળામાં આરામથી ખાઈ શકો છો.

ભારતીય કચુમ્બર સલાડ- આ તાજું સલાડ બારીક સમારેલી કાકડી, ટામેટા, ડુંગળી, લીલા ધાણા, ફુદીનાના પાન, લીંબુનો રસ અને ગુલાબી મીઠું મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે.

એશિયન કાકડી સલાડ – આદુ, લસણ, ચોખાના સરકો, સોયા સોસ, તલનું તેલ, મેપલ સીરપ અને ટોસ્ટેડ તલ સાથે પાતળી કાપેલી કાકડીઓ મિક્સ કરો. બસ, તે ખાવા માટે તૈયાર છે.

ટ્રાઁપિકલ ચિકન સલાડ – આ સ્વાદિષ્ટ સલાડમાં રાંધેલા ચિકનના ટુકડા, ગ્રીક દહીં, અનેનાસ, બદામ, લીલી ડુંગળી, મીઠું અને મરીનો સમાવેશ થાય છે.

તરબૂચ બાલસામિક સીરપ સલાડ- ચાસણી માટે, બાલ્સમિક સરકોને ખાંડ સાથે રાંધો. તેને તરબૂચના ટુકડા અને ફેટા ચીઝ પર રેડો. ડ્રેસિંગ માટે લીંબુનો રસ અને ઓલિવ ઓઈલ મિક્સ કરો.

કેરી અને એવોકાડો સલાડ- તાજા કેરીના ટુકડાને એવોકાડો સાથે થોડી ડુંગળી અને લેટીસ સાથે મિક્સ કરો. ઓલિવ તેલ, લીંબુનો રસ અને કાળા મરી પણ ઉમેરો.

Exit mobile version