Site icon Revoi.in

સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજના ઉજ્જવલ પરિણામ સાથે ઓનર્સ અને અનુસ્નાતક પ્રોગ્રામની શરૂઆત

Samarpan Arts and Commerce College starts its Honours and Postgraduate programs with brilliant results

Samarpan Arts and Commerce College starts its Honours and Postgraduate programs with brilliant results

Social Share

ગાંધીનગર, 25 જૂન, 2026 – ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજની વિધાર્થિની કુ. ક્રિષ્ના સોઢા ગુજરાત યુનિવર્સિટી બી.એ. સેમેસ્ટર 1 પરીક્ષામાં અંગ્રેજી વિષય સાથે યુનિવર્સિટી કક્ષાએ 11મા સ્થાને અને કુ. રીયા દેસાઈ બી.એ. સેમેસ્ટર 3 પરીક્ષામાં અંગ્રેજી વિષય સાથે 14મા સ્થાને ઉતીર્ણ થઈ સમગ્ર કોલેજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ગાંધીનગર ખાતે સ્નાતક કક્ષાએ વિનયન વિદ્યાશાખામાં બી.એ. ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર તેમજ વાણિજ્ય વિદ્યાશાખામાં એકાઉન્ટન્સી કોમર્સ તેમજ અનુસ્નાતક કક્ષાએ એમ.એ. અંગેજીનો અભ્યાસક્રમ ઉપલબ્ધ હતો.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શૈક્ષણિક વર્ષ: ૨૦૨૬ – ૨૭ દરમિયાન સંસ્થામાં બી.એ. ઓનર્સ (ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર) અને બી.કોમ. ઓનર્સ (એકાઉન્ટન્સી કોમર્સ) ઉપરાંત અનુસ્નાતક કક્ષાએ એમ.એ. સંસ્કૃત, અર્થશાસ્ત્ર તેમજ એમ.કોમ. એકાઉન્ટન્સી કોમર્સના પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે, જે ગાંધીનગર જિલ્લામાં અનુદાનિત (ગ્રાન્ટ ઈન એઇડ) કોલેજ દ્વારા મોટી સામાજિક ઉપલબ્ધિ સમાન બની રહેશે.

આ પણ વાંચોઃ ‘આપણે હિન્દુફોબિયા સામે અવાજ ઉઠાવવો જ પડશે’: અમેરિકન સાંસદ સેનફોર્ડ બિશપ

Exit mobile version