સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને વિવેકાનંદ કેન્દ્ર ગાંધીનગર દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો
ગાંધીનગર, 22 જૂન, 2026 – ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ અને વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ગાંધીનગર શાખાના સંયુક્ત ઉપક્રમે સમર્પણ મૂલ્ય પ્રવાહ અને રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

પ્રકૃતિ પૂજન બાદ કોલેજના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવે એ પ્રાસંગિક ઉદબોધનમાં પંચકોષ જાગૃતિ માટે યોગનું મહત્ત્વ જણાવ્યું હતું, ભારતીય મૂલ્યવાન યોગપરંપરા અને એમાં પણ ખાસ કરીને મહર્ષિ પતંજલિ ઋષિના અષ્ટાંગયોગ વિષયક પ્રદાનને બિરદાવી જણાવ્યું હતું કે ભારતે વિશ્વને જે ઉત્તમ વારસો આપેલો છે એવી માત્ર ચાર પ્રતિભાનો સમાવેશ કરવાનો હોય તો તેમાં મહર્ષિ પતંજલિનું સ્થાન અવશ્ય રહે.
વિવેકાનંદ કેન્દ્રના વિસ્તારિક કુ. અવિનાબેન પારેખ દ્વારા યોગનું સામુહિક પ્રત્યક્ષિક કરાવવામાં આવ્યું હતું, ગીત કુ. યશ્વિ દવે અને માર્ગદર્શન પિયુષભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સમર્પણ મૂલ્યપ્રવાહ સંયોજક ડૉ. દીપકભાઈ પંડ્યાએ અને કાર્યક્રમનું સંચાલન ડૉ નિતેન્દ્ર પટેલે જ્યારે આભારની જવાબદારી ઉપાચાર્ય ડૉ. હેમંત વૈષ્ણવ દ્વારા સાંભળવામાં આવી હતી.

રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વાદનનું ટેક્નિકલ સંચાલન પ્રા. મહર્ષિ રહેવરે, મહર્ષિ પતંજલિ પૂજનની જવાબદારી ડૉ. કૃષ્ણવીરસિંહ ઝાલાએ, યોગ પશ્ચાત પૌષ્ટિક કઠોળ અને પેયની વ્યવસ્થા ડૉ. ઋચા બ્રહ્મભટ્ટ, ડૉ. અલ્પા પટેલ અને ડૉ. રમીલા પટેલે સાંભળી હતી.


