Site icon Revoi.in

જીસીસીઆઈમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જી પૉલિસી વિષય પર સેમિનાર યોજાયો

Seminar on Gujarat's Renewable Energy Policy

Seminar on Gujarat's Renewable Energy Policy

Social Share

અમદાવાદ, 27 જાન્યુઆરી, 2026- Gujarat’s Renewable Energy Policy ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ગુજરાત ફેડરેશન ઑફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી “Understanding Gujarat’s Renewable Energy Policies 2025: Renewables, Pumped Storage and Green Hydrogen” વિષય પર એક માહિતગાર સેમિનાર યોજાયો હતો. આ આયોજન શનિવારે જીસીસીઆઈના કે.એલ. હૉલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સત્રમાં ઉદ્યોગ આગેવાનો, MSME એકમો તથા ટકાઉ અને ભવિષ્યલક્ષી ઔદ્યોગિક વિકાસ માટે પ્રતિબદ્ધ હિતધારકો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.

મહાનુભાવોની ઉપસ્થિતિ

સેમિનારમાં ઊર્જા ક્ષેત્રના પ્રતિષ્ઠિત નિષ્ણાતો અને પેનલિસ્ટ્સે ભાગ લીધો હતો, જેમાં નિમિશ વોરા (ડિરેક્ટર, એનર્જી એન્ડ યુટિલિટીઝ એડવાઇઝરી),  કિશોરસિંહ ઝાલા (પ્રેસિડન્ટ, ગુજરાત ફેડરેશન ઑફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ),  શાલિન અગ્રવાલ (વાઇસ પ્રેસિડન્ટ, વેલસ્પન ગ્રુપ),  પી. પી. શાહી (ડી.ઈ., GESCL),  કુંજ શાહ (ચેરમેન, GCCI એનર્જી એન્ડ રિન્યુએબલ એનર્જી કમિટી),  સચિન શાહ (કો-ચેરમેન, GCCI એનર્જી એન્ડ રિન્યુએબલ એનર્જી કમિટી),  જિગર શાહ તથા  નિલેશ પંચાલ (સભ્યો, GCCI એનર્જી એન્ડ રિન્યુએબલ એનર્જી કમિટી)નો સમાવેશ થાય છે.

Seminar on Gujarat’s Renewable Energy Policy

મહેમાનોનું સ્વાગત કરતા GCCIના માનદમંત્રી સુધાંશુ મહેતાએ નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં ગુજરાતના નેતૃત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે નવી ઘોષિત નીતિઓ ટકાઉ તથા વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઔદ્યોગિક પરિસ્થિતિ માટે વ્યૂહાત્મક સક્ષમતા પૂરું પાડે છે. તેમણે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પૉલિસી 2025, Pumped સ્ટોરેજ પ્રોજેક્ટ પૉલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પૉલિસી દ્વારા ઉદ્યોગોને ગ્રીન વેલ્યુ ચેઇનમાં સક્રિય ભાગીદાર બનવાની તક મળશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત, તેમણે “GCCI એન્યુઅલ ટ્રેડ એક્સ્પો 2026 (GATE 2026)”ને મહત્ત્વપૂર્ણ B2B પ્લેટફોર્મ તરીકે રજૂ કર્યું, જેમાં રિન્યુએબલ એનર્જી પેવિલિયન અંતર્ગત pumped સ્ટોરેજ તથા ગ્રીન હાઇડ્રોજન જેવી અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

સેમિનારની શરૂઆત GCCIની એનર્જી એન્ડ રિન્યુએબલ એનર્જી કમિટીના ચેરમેન કુંજ શાહના સંબોધનથી થઈ હતી. ત્યારબાદ નિમિશ વોરા દ્વારા ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પૉલિસી 2025 તથા ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પૉલિસી પર વિગતવાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જ્યારે pumped સ્ટોરેજ પ્રોજેક્ટ પૉલિસી 2025 પરની પ્રસ્તુતિ કુંજ શાહ દ્વારા કરવામાં આવી હતી.

આ સત્રમાં નીતિઓના પ્રાવધાનો, પ્રોત્સાહનો તથા અમલીકરણ પ્રક્રિયા અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી હતી. બાદમાં યોજાયેલી પ્રશ્નોત્તરી સત્ર દ્વારા ભાગ લેનારાઓને ગુજરાતની રિન્યુએબલ એનર્જી પૉલિસી 2025 અંગે વધુ સારી સમજ પ્રાપ્ત થઈ હતી.

સેમિનારનું સમાપન GCCI એનર્જી એન્ડ રિન્યુએબલ એનર્જી કમિટીના કો-ચેરમેન સચિન શાહ દ્વારા આભાર સાથે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ગુજરાત સરકાર રવિ સીઝનમાં ખેડૂતો પાસેથી રૂપિયા 2585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉં ખરીદશે

Exit mobile version