Site icon Revoi.in

બાંગ્લાદેશમાં શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ પર લાગી રોક

Social Share

મુંબઈ: શાહરુખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થઈ ગઈ છે. પ્રથમ દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. તે ઓપનિંગ ડે પર અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ ટ્રેડ એનાલિસ્ટ એડવાંન્સ બુકિંગના ટ્રેન્ડને જોતા અનુમાન લગાવી રહ્યા હતા કે ફિલ્મ કમાણીના મામલે અનેક રેકોર્ડ્સ તોડશે. તેમનું એનાલિસિસ સાચું સાબિત થઈ રહ્યું છે.માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જવાનનો અવાજ ગુંજી રહ્યો છે. જોકે, શાહરૂખની ‘જવાન’ પાડોશી દેશ બાંગ્લાદેશમાં રિલીઝ થઈ નથી. આ ફિલ્મ તેના વર્લ્ડ પ્રીમિયરના દિવસે જ બાંગ્લાદેશમાં રિલીઝ થવાની હતી, પરંતુ બાંગ્લાદેશના સેન્સર બોર્ડે તેને રિલીઝ માટે મંજૂરી આપી ન હતી.

જવાન’ વિશ્વભરમાં 10,000 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને શાહરૂખના ફેન્સમાં ભારે ક્રેઝ છે. ભારતના પડોશી દેશોમાં પણ શાહરૂખ ખાનની મજબૂત ફેન ફોલોઈંગ છે. જો કે, બાંગ્લાદેશમાં સેન્સર બોર્ડની મંજૂરીના અભાવે 7 સપ્ટેમ્બરે જવાનની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ મેકર્સના વિરોધને કારણે આવું કરવામાં આવ્યું છે. હવે આગળ જતાં રિલીઝ ડેટ નક્કી કરવામાં આવશે.

અમેરિકાથી લઈને લંડન સુધી જવાનનો અવાજ સંભળાઈ રહ્યો છે. શાહરૂખ ખાનની એક્શન પેક્ડ ફિલ્મ જવાન લંડન, અમેરિકા, દુબઈ, મિડલ ઈસ્ટ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા દેશોમાં રિલીઝ થઈ છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલા અનુસાર, શાહરૂખ ખાનના જવાને પહેલા જ દિવસે જબરદસ્ત વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે. તેમનું કહેવું છે કે જવાને દુનિયાભરમાં 150 કરોડથી વધુ રૂપિયા એકઠા કર્યા છે.