Site icon Revoi.in

બેંગ્લોરમાં આધેડની હત્યામાં ચોંકાવનારો ખુલાસોઃ યૌન શોષણ કરતા પિતાની દીકરીએ મિત્રોની મદદથી કરી હત્યા

Social Share

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના બેંગ્લોરમાં એક વ્યક્તિની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવાના ચકચારી કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા મૃતકની દીકરીએ મિત્રોની મદદથી કરાવી હોવાનું ખૂલ્યું હતું. એટલું જ નહીં મૃતક દીકરીનું યોન શોષણ કરતો હોવાથી કંટાળીને પીડિતાએ મિત્રોની મતતથી પોતાના પિતાની જ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકના બેંગ્લોરમાં એક વ્યક્તિની હત્યાના કેસમાં એક કિશોરી અને તેના ત્રણ સગીર મિત્રોની પોલીસે અટકાયત કરી છે. કિશોરીએ ખોલાસો કર્યો હતો કે, તેના પિતા તેનું યોન શોષણ કરતા હતા. જેથી તેમની હત્યા કરવા માટે પોતાના મિત્રોની મદદ લીધી હતી. પોલીસે કિશોરી તથા અન્ય નિવેદનોની તપાસ કરવામાં આવી રહી છે. 45 વર્ષીય વ્યક્તિની સોમવારે તેમના ઘરમાં ઘુસીને અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. આ વ્યક્તિ બિહારનો રહેવાસી છે અને બેંગ્લોરમાં જીકેવીકે પરિસરમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો. આરોપી પત્ની અને બે દીકરીઓ સાથે રહેતો હતો. એક દીકરી ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી હતી જ્યારે બીજી દીકરી ધો-4માં અભ્યાસ કરે છે. તેની બે પત્નીઓ હતી પ્રથમ પત્ની બિહારમાં રહેતી હતી જ્યારે બીજી પત્ની કલબુર્ગીમાં રહેતી હતી. આ લગ્નથી તેને બે દીકરીઓ જન્મી હતી.

પોલીસે કહ્યું કે, આ વ્યક્તિ પોતાની પ્રથમ દીકરીની યૌન શોષણ કર્યું હતું. આ અંગે પીડિતાએ માતાને જાણ કરી હતી. જેથી બંને વચ્ચે તકરાર થઈ હતી. પીડિતાએ કોલેજમાં પોતાના મિત્રોને વાત કરી હતી. ઘટના દિવસે મૃતકે દારૂના નશામાં પીડિતાનું શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાએ પોતાના મિત્રોને ફોન કરીને મદદ માંગી હતી. પીડિતાના મિત્રોએ દીપક ઉપર હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી હતી. પોલીસ અન્ય આરોપીઓને શોધી રહી છે.

Exit mobile version