Site icon Revoi.in

તો આ કારણે લોકો નવરાત્રિમાં સાત્વિક ભોજન જમે છે! જાણો તમે પણ આ કારણ

Social Share

નવરાત્રિમાં લોકો ક્યારેક નવ દિવસ ઉપવાસ કરે છે તો કેટલાક લોકો કેટલાક પ્રકારના નિયમોમાં પોતાને બાંધતા પણ હોય છે. મોટાભાગના લોકો તો સાત્વિક ભોજન જમવાનું જ પસંદ કરતા હોય છે આવામાં લોકોને ઈચ્છા પણ થતી હશે કે આ પાછળનું કારણ જાણવાની, તો આ છે તે પાછળનું કારણ…

જો વૈજ્ઞાનિક કારણોની નજરથી જોઈએ તો વૈજ્ઞાનિકોની વાત માનીએ તો સિઝનમાં આવતાં પરિવર્તનોનાં કારણે ઇમ્યુનિટી નબળી પડે છે. આવા સમયે ઓઇલી અને ભારે ભોજન તેમજ જંક ફૂડથી દૂર રહેવુ જોઇએ. ડુંગળી, લસણ શરીરમાં ઊર્જાનો સંચાર કરવાની સાથે સાથે શરીરમાં ગરમી પેદા કરે છે અને મગજને સુસ્ત બનાવે છે. તેથી નવરાત્રિ આ ધાર્મિક તહેવારો દરમિયાન આવું ભોજન ન ખાવાની સલાહ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આ‍વે છે.

સાત્વિક આહારમાં હાઇ ફાઇબર, લો ફેટ હોય છે. તાજાં ફળ, સિઝનલ શાકભાજી, દહીં, મધ, અંકુરિત અનાજ, ફણગાયેલાં કઠોળ, બી, મરી, કેટલાક મસાલા, ધાણા અને સુકામેવા સામેલ છે. આયુર્વેદમાં સાત્વિક ભોજનને સંતુલિત માનવામાં આવે છે. નવરાત્રિ ઉપવાસથી શરીરની સફાઇ પણ થઇ જાય છે.