Site icon Revoi.in

ટોક્યો પેરાલિમ્પિક્સ: મહિલા શૂટર અવનીએ રચ્યો ઇતિહાસ, 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો

Social Share

નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિકની હાઇ જમ્પ ઇવેન્ટમાં ભારતીય પેરા એથ્લીટ પ્રવીણ કુમારે આજે સિલ્વર મેડલ જીત્યા બાદ ભારત માટે વધુ એક ખુશીના સમાચાર છે. ભારતની મહિલા શૂટર અવની લેખારાએ મહિલા 50 મીટર રાઇફલ P3 SH1 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે અવની એક જ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઇ છે. અવનીએ 10 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અગાઉ અવની લેખારાએ 10 મીટરની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ હવે અવનીએ 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં 445.9 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહી બ્રોન્જ મેડલ કબજે કર્યો છે. અવનીએ 19 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો છે.

પેરાલિમ્પિકમાં આજે ભારતને બીજો મેડલ મળ્યો છે. આ પહેલા પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં એશિયન રેકોર્ડ બનાવવાની સાથે સિલ્વર મેડલ જીત્યો છે. ભારતનું ટોક્યો પેરાલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. ભારતને અત્યાર સુધી કુલ 12 મેડલ મળ્યા છે. જેમાં 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.