Site icon Revoi.in

ઝારખંડમાં વિદ્યાર્થીઓ વિધાનસભા સંકુલ નજીક પહોંચી ગયા, રાજ્ય સરકારે માગી SOS

Students in Jharkhand reached the assembly complex, state government asked for SOS

Students in Jharkhand reached the assembly complex, state government asked for SOS

Social Share

રાંચી, 10 ઓગસ્ટ, 2026 – ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલને આજે નિર્ણાયક વળાંક લીધો હતો. ગઈકાલે રવિવારે રાજ્ય સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય નહીં આવતા વિદ્યાર્થીઓએ આજે વિધાનસભાને ઘેરાવ કરવાના તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ તરફ આગળ વધ્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા જેમાં કેટલાક વિદ્યાર્થીઓને ઈજા પણ થઈ હતી.

દરમિયાન, મોડી સાંજે મળતા અહેવાલ અનુ્સાર કેટલાક વિદ્યાર્થીઓ બેરિકેડ તોડીને વિધાનસભા સંકુલની નજીક પહોંચવામાં સફળ રહ્યા હતા તો કેટલાક વિદ્યાર્થી અન્ય માર્ગે ખેતરોમાંથી વિધાનસભા સંકુલના એક નંબરના ગેટ સુધી પહોંચી ગયા હતા.

વિદ્યાર્થીઓની ઉગ્રતા જોઈને ગભરાયેલી ઝારખંડની હેમંત સોરેન સરકારે રાજ્યના તમામ જિલ્લાની પોલીસને રાંચી પહોંચવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.

પરીક્ષા કૌભાંડમાં સીબીઆઈ તપાસની માગણી ઉપર વિદ્યાર્થીઓ મક્કમ

આ અગાઉ ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને ઝારખંડ કર્મચારી પસંદગી આયોગ (JSSC) ની ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ અને પેપર લીકની ઘટનાઓ સામે વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. આંદોલનના 17મા દિવસે વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે યોજાયેલી ત્રીજા રાઉન્ડની વાટાઘાટો પણ કોઈ ઉકેલ વિના પૂરી થઈ હતી. વિદ્યાર્થીઓની મુખ્ય બે માગણીઓ પર સંમતિ ન સધાતા આંદોલનકારી વિદ્યાર્થીઓએ ઝારખંડ વિધાનસભા ઘેરાવનું આહ્વાન કર્યું હતું.

સરકાર દ્વારા રચાયેલી સમિતિ અને વિદ્યાર્થી પ્રતિનિધિમંડળ વચ્ચે યોજાયેલી બેઠકમાં 14મી JPSC પ્રારંભિક પરીક્ષા રદ કરવા અને JSSC-CGL પરીક્ષામાં થયેલી ગેરરીતિઓની CBI અથવા ન્યાયિક તપાસ કરાવવાની માગ પર કોઈ સહમતી બની શકી નહોતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમની તમામ માગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. વિધાનસભા ઘેરાવના આહ્વાનને પગલે રાંચીમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.

વિધાનસભા તરફ આગળ વધી રહેલા આંદોલનકારી વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસે બેરિકેડિંગ કરી ભારે પોલીસ કાફલો તૈનાત કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓને વિખેરવા માટે પોલીસે વોટર કેનન અને ટીઅર ગેસના શેલ છોડ્યા હોવાના પણ અહેવાલ છે. બીજી તરફ, આ મુદ્દે રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે અને વિપક્ષી પક્ષો વિદ્યાર્થીઓના સમર્થનમાં આવીને સરકાર પાસે પારદર્શક તપાસની માગ કરી રહ્યા છે.

Exit mobile version