Site icon Revoi.in

ઈન્દોરમાં શંકાસ્પદ આતંકવાદી ઝબ્બે, પાકિસ્તાનમાં આતંકી તાલિમ લીધાનો ખુલાસો

Social Share

ભોપાલઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના એલર્ટ બાદ ઈન્દોર પોલીસે શંકાસ્પદ આતંકવાદી સરફરાઝ મેમણની અટકાયત કરી છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. મુંબઈ એટીએસની ટીમ પણ સરફરાઝની પૂછપરછ કરવા ઈન્દોર આવશે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે હોંગકોંગમાં 12 વર્ષથી રહેલો સરફરાઝ પાકિસ્તાન અને ચીનથી આતંકવાદી ટ્રેનિંગ લઈને પરત ફર્યો છે. સરફરાઝ ભારતમાં મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. NIAએ સરફરાઝ વિશેની ગુપ્ત માહિતી ઈમેલ દ્વારા મુંબઈ પોલીસને મોકલી હતી. તેમાં સરફરાઝનો પાસપોર્ટ, આધાર કાર્ડ અને ફોટો હતો. તેને ખતરનાક આતંકવાદી કહેવામાં આવ્યો હતો.

ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા બાદ મુંબઈ એટીએસ એક્શનમાં આવી અને ઈન્દોરના ઈન્ટેલિજન્સ ડીસીપી રજત સકલેચાને સરફરાઝ વિશે માહિતી આપી કે સરફરાઝ ઈન્દોરના ચંદન નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ગ્રીન પાર્ક કોલોનીના ફાતમા એપાર્ટમેન્ટમાં રહે છે. જ્યારે ચંદન નગર પોલીસ સ્ટેશનની ટીમ તેના ઘરે પહોંચ્યો હતી અને તેના-માતા પિતાની અટકાયત કરી હતી. જે બાદ પોતે મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સરફરાઝ વિશે જાણવા મળ્યું છે કે, તે અવારનવાર જુદા જુદા દેશોમાં ફરતો રહે છે અને ઘણા રાજ્યોમાં તેના ઠેકાણા વિશે પણ માહિતી મળી છે. જ્યારે તપાસ એજન્સીઓના અધિકારીઓએ સરફરાઝની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે, બ્રેઈન હેમરેજથી તેની બહેનના મૃત્યુ બાદ તે માનસિક રીતે પરેશાન હતો અને બિઝનેસના સંબંધમાં હોંગકોંગ ગયો હતો. ત્યાં 12 વર્ષ હતા. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.