Site icon Revoi.in

SVPIAની સતત 50 લાખ માનવ કલાકો સુધી સલામત અને ઝડપી કામકાજની સિદ્ધિ

Social Share

અમદાવાદ, 30 મે, 2023:  અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે લોસ્ટ ટાઈમ ઈન્જરીઝ (LTI) વિના સતત 50 લાખ માનવ કલાકો સુધી ઝડપી અને સલામતીપૂર્વક કામકાજ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા બે મહિનામાં નવીનીકરણના વિવિધ કાર્યોમાં એરપોર્ટે મુસાફરો અને કર્મચારીઓની સુલામતી માટે પ્રતિબદ્ધતા જાળવી રાખી છે.

આ નોંધપાત્ર સિદ્ધિ એરપોર્ટની સલામતી પ્રત્યેના સમર્પણનો પુરાવો છે. સેફ્ટી પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરતા એરપોર્ટ પર નિયમિત ઓડિટ અને કર્મચારીઓ માટે તાલીમ સત્રો યોજવામાં આવે છે. જે કાર્યસ્થળ પર અકસ્માતો અને ઇજાઓના જોખમને ઘટાડવામાં અસરકારક સાબિત થયા છે.

નવીનીકરણ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર ઘણા મહત્વપૂર્ણ માળખાકીય અપગ્રેડેશન કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં રેકોર્ડ સમયમાં સમગ્ર રનવેનું રિકાર્પેટિંગ, સ્થાનિક ટર્મિનલમાં સુરક્ષા તપાસ વિસ્તારનું વિસ્તરણ, આંતરરાષ્ટ્રીય કાર્ગો ટર્મિનલમાં ટર્મિનલ-3નું નવીનીકરણ, તમામ નવા પાર્કિંગ સાથે નવી ડ્રોપ-ઓફ અને પિક-અપ લેનનું નિર્માણ, એપ-આધારિત ટેક્સી પિક-અપ ઝોન અને મુસાફરોના પરિજનો માટે ડ્રોપ-ઓફ અને પિક-અપ માટેના કેનોપી-કવર્ડ વિસ્તારનો સમાવેશ થાય છે.

39 સ્થાનિક અને 19 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડતી 230 થી વધુ ફ્લાઈટ્સ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ વાર્ષિક 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે.  આરામદાયક મુસાફરી સાથે પ્રવાસીઓની સલામતીને સુનિશ્ચિત કરવા SVPI એરપોર્ટ પ્રતિબદ્ધ છે.