Site icon Revoi.in

અફઘાનિસ્તાન સાથેની ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કરાઈ જાહેરાત

Social Share

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની લાંબા સમય બાદ ટીમમા વાપસી થઈ છે. રોહિત શર્મા આ મેચમાં કેપ્ટનની કમાન સંભાળશે. હાર્દિક પંડ્યા અને સૂર્યાકુમાર યાદવ ઈજાના કારણે હાલ મેચ રમી નહીં શકે. આ ટી-20 સિરીઝની શરૂઆત 11 જાન્યુઆરીથી મોહાલીમાં શરૂ થશે. 14 જાન્યુઆરીએ બીજો મુકાબલો ઈન્દોરમાં રમાશે. ત્યારબાદ ત્રીજી અને અંતિમ મેચ બેંગલુરુમાં રમાશે. બીજી તરફ અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાન સાઉથ આફ્રિકાની લીગમાંથી બહાર થયા છે. પીઠની સર્જરી થયા બાદ હાલ રાશિદ ખાન આરામ પર છે. અફઘાનિસ્તાનની ભારત સામેની ટી20 સિરીઝમાં પણ રાશિદ ખાનના રમવા પર શંકા છે.

આઈસીસી વન-ડે વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલા પરાજ્યથી ભારતીય ટીમના ખેલાડીઓ અને ભારતીય ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયાં હતા. જો કે, વર્લ્ડકપમાં ભારતીય ટીમે કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શનની દુનિયાભરના ક્રિકેટ ચાહકોએ પ્રશંસા કરી હતી. વર્લ્ડકપ બાદ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી હતી. એટલું જ નહીં તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે વન-ડે અને ટેસ્ટ મેચની સિરીઝમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વર્લ્ડકપની ફાઈનલમાં મળેલા પરાજ્યને ભુલાવી દીધો છે. દરમિયાન આગમી સમયમાં યોજનારી ટી20 વર્લ્ડકપની ભારતીય ટીમે તૈયારીઓ શરુ કરી દીધી છે. જો કે તે પહેલા અફઘાનિસ્તાન સામે ટી20 સિરીઝ રમાશે. જેની ઉપર હાલ ભારતીય ક્રિકેટ પ્રેમીઓની નજર મંડાયેલી છે.