Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાને નાથવા સરકાર હવે આયુર્વેદ અને હોમિયોપેથીનો લેશે સહારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે તેમજ અનેક દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. બીજી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે અને આ દવાઓના અનેક સારા પરિણામો મળ્યા છે તેને પગલે મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની આ બીજી લ્હેરમાં પણ આયુર્વેદ-હોમિયોપેથી ઔષધિઓના ઉપયોગથી કોરોના સામેનો જંગ જિતવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 60 હજાર કિલોગ્રામ આયુર્વેદ દવાઓ તેમજ 10 લાખ ડોઝ હોમિયોપેથી ઔષધિ-દવાઓના ઓર્ડર આપીને આ દવાઓ ત્વરાએ મેળવી તેનું રાજ્યવ્યાપી વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. કોર કમિટિની બેઠકમાં વિજય રૂપાણીએ આ ઔષધિઓ મેળવવા માટે આયુષ અને આરોગ્ય તંત્રને સુચનાઓ આપી છે. આ દવાઓ મેળવવા માટેના ઓર્ડર પણ આયુષ વિભાગે આપ્યા છે. રાજ્યના 33 જિલ્લાઓ માટે 29700 કિ.ગ્રામ અમૃત પેય ઊકાળાનો જથ્થો, સંશમની વટીનો 30 હજાર કિ.ગ્રામ જથ્થો તેમજ ઓર્સેનિક આલ્બમ-30 ના કુલ 10 લાખ ડોઝ રાજ્ય સરકાર વિવિધ સંસ્થાઓ-સંગઠનો-કેન્દ્ર સરકાર પાસેથી મેળવશે. આ આયુર્વેદ દવાઓની વિતરણ વ્યવસ્થા પણ જિલ્લા-તાલુકા અને ગ્રામીણ સ્તર સુધી સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યુ છે. તલાટીઓ, સરપંચો, આશાવર્કર બહેનો અને સેવા સંસ્થાઓ મારફતે તેનું વિતરણ જન-જન સુધી કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી છે.

કોરોનાથી સંક્રમિત દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની બાબતને પણ વિશ્વસ્તરે સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં ઇમ્યુનિટી બુસ્ટ કરતી આયુર્વેદીક દવાઓનો વપરાશ વધ્યો છે. ગુજરાતમાં કોરોનાની પ્રથમ લ્હેરમાં 90 લાખ પરિવારો માટે ઓર્સેનિક આલ્બમના ડોઝ, 78 હજાર કિ.ગ્રામ અમૃત પેય ઊકાળા અને 85 હજાર કિ.ગ્રામ સંશમની વટી લોકોને પૂરી પાડવામાં આવેલી છે