Site icon Revoi.in

દેશમાં કાશ્મીરથી કન્યાકુમારીને જોડતો નવો હાઈવે સૌથી લાંબો તૈયાર થશે

Social Share

નવી દિલ્હીઃ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દેશના વિવિધ ભાગોને જોડવા માટે નવા હાઈવે અને એક્સપ્રેસ વેનું નિર્માણ કરી રહી છે. આ હાઈવે પૈકી કાશ્મીરથી કન્યાકુમારીને જોડતો નવો હાઈવે સૌથી લાંબો હશે. આ હાઈવેના નિર્માણ બાદ કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો પ્રવાસ સરળ બનશે. વાહનવ્યવહાર અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નિર્માણાધીન હાઈવેને લઈને મહત્વની જાહેરાત કરી છે.

પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતના સુદૂર ઉત્તર અને સુદૂર દક્ષિણમાં નવા બનેલા હાઈવેના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ કહ્યું કે કાશ્મીરથી કન્યાકુમારી રોડ અમારા માટે એક સ્વપ્ન હતું અને આ સપનું 2024ની શરૂઆતમાં સાકાર થશે.

જમ્મુના શ્રીનગર-બનિહાલ સેક્શનથી ઉધમપુર રામબન-બનિહાલ-શ્રીનગર નેશનલ હાઈવે (NH 44)ની મુલાકાત લેવા પહોંચેલા નીતિન ગડકરીએ ટ્વીટ કર્યું કે ‘જમ્મુ અને શ્રીનગર વચ્ચે રૂ. 35,000 કરોડના ખર્ચે 3 કોરિડોર બનાવવામાં આવશે. 250 કિલોમીટર લંબાઈનો આ 4 લેન રોડ 16,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. પરિવહન મંત્રીએ માહિતી આપી હતી કે 13 કિલોમીટર લાંબી ઝોજિલા ટનલ બનાવવામાં આવી રહી છે. આ ટનલ દરિયાની સપાટીથી 11,000 ફૂટથી વધુની ઊંચાઈ પર બનાવવામાં આવી રહી છે, જે કાશ્મીરને કન્યાકુમારી સાથે જોડવાનું કામ કરશે. દેશમાં પરિવહન સેવા ઝડપી બને તે માટે નવા રોડ-રસ્તા બનાવવામાં આવી રહ્યાં છે.