Site icon Revoi.in

સ્લમ્સ વિસ્તારના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધુ હોવાથી કોરોનાના સંક્રમણનો ભોગ ઓછા બન્યા

Social Share

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવ્યુ છે. કોરોનાએ લોકોને ઘણુંબધુ શિખવ્યુ છે. કોરોના વાયરસની જુદા જુદા લોકો પર અસર પણ અલગ થાય છે, જેમાં અસરકર્તા પરિબળો જેમ કે, ઉંમર, જાતિ (સ્ત્રી/પુરુષ), અને ખાસ અસરકર્તા પરિબળ એટલે કે, લોકોની જીવનશૈલી અને ખોરાક જે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તે જ રીતે કોઈ દર્દીને પહેલેથી કોઈ બીમારી હોઈ તો વધુ ઘાતક નીવડે છે, સાથે કોરોનાને વધુ કે ઓછો કરવા પાછળ જીવનશૈલી અને આહાર મહત્વ ધરાવે છે. આ અંગેનો એક સર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવ્યો હતો.

કોરોનાના સંક્રમિત થયેલા 720 લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ સૌથી વધુ મધ્યમ ઉચ્ચ વર્ગના લોકો કોરોનાગ્રસ્ત સરેરાશ 70 ટકા  થયા હતા. નિમ્ન મધ્યમ વર્ગના 25. 75 ટકા અને નિમ્ન વર્ગના 4.25 ટકા કોરોના ગ્રસ્ત થયા હતા. આમ આ સર્વે પરથી કહી શકાય કે, કોરોના થવામાં જીવનશૈલી અને ખોરાક પણ અસર કરે છે. ઝૂંપડપડ્ડી અને સલ્મ વિસ્તારના લોકો જે રફ એન્ડ ટફ જિંદગી જીવે જેથી તેની રોગ પ્રતિકારકશક્તિ ખૂબ સારી હોય છે જેનું પરિણામ સર્વેમાં જોવા મળી રહ્યું છે.  તે લોકો સૌથી ઓછા કોરોનાનો ભોગ બન્યા જેનું કારણ તેની જીવનશૈલી અને ખોરાક મહત્વના છે. જ્યારે મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો કોરોનાનો ભોગ વધુ બન્યા તે પાછળ તેની ફૂડ હેબીટ જવાબદાર છે. સાથે જીવનશૈલી પણ એટલી જ જવાબદાર છે. એશોઆરામ ભરી જીન્દગી જીવતા અને શ્રમ નહીં કરનારા સૌથી લોકો વધુ કોરોનાથી સંક્રમિત બની રહ્યા છે