Site icon Revoi.in

દોડધામ ભરેલી જીવનશૈલીથી આ દેશના લોકો કંટાળ્યાં, શાંતિ માટે કંઈ પણ કરવા તૈયાર

Social Share

દિલ્હીઃ કોરોના કાળમાં લોકોની જીવનશૈલી બદલાઈ છે. વર્ક ફોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશન કલ્ચર લોકો અપનાવતા થયાં છે. કોરોના મહામારીને પગલે લોકોને માનસિક અસર પણ જોવા મળી છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં પૈસાની પાછળ પાગલ બનેલા લોકો હવે શાંતિથી જીવવાનું પસંદ કરી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ કોરિયામાં કરવામાં આવેલા સર્ચમાં ચોંકનાવારા ખુલાસો થયો છે. અહીં લોકો માત્રને માત્ર શાંતિ જ શોધી રહ્યાં છે. એટલું જ નહીં લોકો જેલમાં જવા માટે તૈયાર પણ થયાં છે. એક ઓનલાઈન રિપોર્ટમાં આ સર્વેમાં વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયામાં લગભગ 73 ટકા લોકો તણાવભરી જીંદગીમાંથી પસાર થઈ રહ્યાં છે.

રિપોર્ટ અનુસાર લોકો રોજરોજની જીવનશૈલીથી કંટાળી ગયા છે અને શાંતિને શોધી રહ્યાં છે. એટલું જ નહીં અનેક લોકો શાંત વિસ્તારમાં જવા માટે નાણા ખર્ચી રહ્યાં છે. લોકોએ પોતાના મોબાઈલ ફોન પણ વેચી માર્યાં છે અને પોતાનું ઘર સહિતની મિલકત છોડીને શાંત વિસ્તારમાં જવાનું પસંદ કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ શબ્દને ત્યાંના લોકો હિટિંગ મંગ કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત રિપોર્ટમાં એવી ઘણી તસવીરો પોસ્ટ કરવામાં આવી છે જેમાં લોકો શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, લોકો એકબીજાને જોવા પણ તૈયાર નથી. દક્ષિણ કોરિયામાં લોકો કામના દબાણથી કંટાળી ગયા છે. કોરોના સમયગાળાએ આ સ્થિતિને વધુ ભયાનક બનાવી છે. અહીં લોકોમાં પૈસા ખર્ચીને શાંતિ મેળવવાની વૃત્તિ વધી રહી છે. અહીં એક કંપનીમાં કામ કરતો 39 વર્ષિય હાન યે જંગ લાંબી શિફ્ટ પછી શાંતિ-આરામની શોધમાં છે. તેણે કહ્યું હતું કે, જીવનમાં તણાવ વધી રહ્યો છે. મારા મિત્રો પણ એવું જ અનુભવે છે. હું થોડા દિવસો પહેલા પગપાળા પસાર થતી હતી ત્યારે મને એક વ્યક્તિ અથડાઈ હતી. પહેલા એકબીજાની માફી માંગતા હતા અને પોતાના રસ્તે જતા રહેતા હતા. પરંતુ હવે દરેક વ્યક્તિ ગુસ્સામાં છે અને ઝઘડા કરે છે.

 

Exit mobile version