Site icon Revoi.in

હિન્દી ફિલ્મજગત અને હોળીનો સંબંધ દાયકાઓ જૂનો, આઝાદી પહેલા કોણે શરુ કર્યો હતો ટ્રેન્ડ જાણો…

Social Share

મુંબઈઃ રંગોના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ભારતમાં આ વર્ષોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. રંગોના આ તહેવારની એક અલગ જ મજા છે. હોળીના ગીતો સાથે ગુલાલ, પિચકારી અને મજેદાર વાનગીઓ સાથે તેની મજા બમણી થઈ જાય છે. અત્યાર સુધી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં હોળી પર ગીતો બન્યા છે જે આજે પણ રંગોના તહેવાર પર સાંભળવા મળે છે. પરંતુ હિન્દી સિનેમામાં હોળીની ઉજવણીનો ટ્રેન્ડ ભારતની આઝાદી પહેલાથી શરુ થયો હતો.

હિન્દી ફિલ્મ જગતમાં હોવાના પર્વને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. હોળીના તહેવારને લઈને અનેક ગીત જેવા કે ‘રંગ બરસે’, ‘હોલી આયી રે’, ‘જોગી જી ધીરે ધીરે’, ‘હોળી ખેલ રઘુવીરા’, ‘સાથ રંગ મેં ખેલ રાહી’, ‘આંગ સે અંગ લગના’ જેવા ગીતો ફિલ્માવવામાં આવ્યાં છે. પરંતુ હિન્દી ફિલ્મ જગતમાં હોળીનો ટ્રેન જાણીતા ડાયરેક્ટર મહેબુબ ખાને શરુ કર્યો હતો. જે આજે પણ જોવા મળે છે.

સ્ક્રીન પર હોળી રમવાનો આ ટ્રેન્ડ ઘણો જૂનો છે. હા, આઝાદી પહેલા પણ પહેલીવાર સ્ક્રીન પર હોળી રમવામાં આવી હતી. આઝાદી પહેલા 1940માં રિલીઝ થયેલી ફિલ્મ ઓરતમાં પહેલીવાર હોળીની ઉજવણી જોવા મળી હતી. આ ફિલ્મમાં જ હોળીનો સીન દર્શાવવામાં આવ્યો હતો અને એક ગીત પણ કમ્પોઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ડિરેક્ટર મહેબૂબ ખાને બનાવી હતી. મહેબૂબ ખાને જ ફિલ્મોમાં હોળી રમવાની શરૂઆત કરી હતી. જોકે આ ફિલ્મમાં એક મોટી સમસ્યા હતી.

આઝાદી પહેલાના સમયમાં ટેક્નોલોજીનો ઘણો અભાવ હતો. ફિલ્મો પણ બ્લેક એન્ડ વ્હાઇટમાં બનતી હતી. જેથી આ ફિલ્મ પણ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હતી. ફિલ્મમાં હોળી ચોક્કસપણે રમવામાં આવી હતી પરંતુ દર્શકો હોળીના રંગો જોઈ શક્યા ન હતા. હવે આવી સ્થિતિમાં મહેબૂબ ખાન નારાજ હતા અને તેમણે હોળીને ફિલ્મી પડદા પર રંગો સાથે લાવવાનું નક્કી કર્યું હતું.

મહેબૂબ ખાનની ફિલ્મ ઓરત બ્લેન્ડ એન્ડ વ્હાઇટ રિલીઝ થઈ જેના કારણે સ્ક્રીન પર હોળીના રંગો દેખાતા નહોતા. આવી સ્થિતિમાં હોળીના રંગો બતાવવા માટે મહેબૂબ ખાને બીજી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ હતી મધર ઈન્ડિયા જે વર્ષ 1957માં રિલીઝ થઈ હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મ ઓરતની રિમેક હતી જેનું નિર્દેશન મહેબૂબ ખાને કર્યું હતું. હવે આ ફિલ્મ રંગીન હતી, તેથી મહેબૂબ ખાને આ ફિલ્મમાં ફરી એકવાર હોળીનો સીન બતાવ્યો અને દર્શકોને પડદા પર હોળીના રંગીન રંગો જોવા મળ્યા.