નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર ભારતનો તાજ છે અને રહેશે, જો કે, પડોશી દેશ પાકિસ્તાન વર્ષોથી કાશ્મીરના દુનિયાના મોટાભાગના દેશો કાગારોડ મચાવે છે, એટલું જ નહીં કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં ભાંગફોડ માટે આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી પીઓકે મામલે પાકિસ્તાનના રાજકીય નેતાઓ ચિંતામાં મુકાયાં છે. પાકિસ્તાનના નેતાઓને ડર છે કે, ભારત ગમે ત્યારે પીઓકે ઉપર કાર્યવાહી કરીને પાકિસ્તાનથી મુક્ત કરાવી લેશે. બીજી તરફ ભારતની પ્રજા પણ આશા રાખી રહ્યું છે કે, હાલની મોદી સરકાર પીઓકેને આઝાદ કરાવશે. એટલું જ નહીં આ અંગે કેન્દ્ર સરકારે રણનીતિ પણ ઘડી હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં તાજેતરમાં જ ભારતીય આર્મીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે, અમે પીઓકેને પાકિસ્તાનથી મુક્ત કરાવવા તૈયાર છીએ પરંતુ કેન્દ્ર સરકારના આદેશની રાહ જોઈ રહ્યાં છે. પાકિસ્તાનના શાસકો અને આર્મીને મોદી સરકાર અને તેમની કુટનીતિથી ડરી રહ્યાં છે અને તેમને ડર છે કે, ભારત ગમે ત્યારે પીઓકેને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર પીઓકેને મુક્ત કરાવવાનો ભાજપનો વર્ષોથી એજન્ડો રહ્યો છે, વર્ષ 1992માં અનેક સમસ્યા છતા મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદી સહિતના ભાજપના આગેવાનોએ લાલચોકમાં તિરંગો લહેરાવ્યો હતો. એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદને નાથવા માટે ભારત આર્મીએ અભિયાન શરૂ કર્યું છે. મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવતા જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતાઓ ઉપરાંત પાકિસ્તાનના શાસકોને ઝાટકો લાગ્યો હતો. એટલું જ નહીં 370 દૂર કરવાની જાહેરાતની સાથે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં પીઓકેને ભારતનો જ અંગ ગણાવ્યો હતો. એટલું જ નહીં પાકિસ્તાનને સમર્થન આપવા જમ્મુ-કાશ્મીરના નેતાઓ સામે ભારત સરકાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે, તેમજ મનીલોન્ડરીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. એટલું જ નહીં અગાઉ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પ ઉપર સર્જીકલ સ્ટાઈક અને એર સ્ટાઈક કરી હતી.
દુનિયાના મોટાભાગના દેશો ભારતના મિત્રો છે, જ્યારે આતંકવાદી પ્રવૃતિઓને કારણે પાકિસ્તાન સમગ્ર દુનિયામાં બદનામ છે. બીજી તરફ તાજેતરમાં જ રશિયાના પ્રમુખ પુતિને પણ પીઓકેને ભારતનો જ હિસ્સો ગણાવ્યો હતો. જેથી હવે પાકિસ્તાનના શાસકો અને આર્મીને ડર છે કે, ભારત હવે ગમે ત્યારે પીઓકેને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવી શકે છે. બીજી તરફ આર્થિક કટોકટીનો સામનો કરતા પાકિસ્તાનની સરકારની સામે પીઓકેની જનતામાં નારાજગી ફેલાઈ છે. જેથી આગામી દિવસોમાં પીઓકેને લઈને ભારતની શું રણનીતિ રહે છે તેને લઈને દુનિયાની નજર મોદી સરકાર ઉપર મંડાયેલી છે.
(PHOTO-FILE)